માલનને બહાર રાખવાની અને બ્રુકને ટીમમાં રાખવાની જરૂર હોવાનો પૂર્વ ક્રિકેટરનો અભિપ્રાય
નવી દિલ્હી
2019ના વર્લ્ડ કપ જીતનારી ઇંગ્લેન્ડની ટીમનું આ વર્ષે ખુબ જ ખરાબ પ્રદર્શન રહ્યું છે તેમજ ટીમ ઇંગ્લેન્ડ પોઈન્ટ ટેબલમાં 10માં સ્થાને છે. હાલ ઇંગ્લેન્ડની ટીમને હજુ 3 મેચ રમવાની છે પણ તે સેમીફાઈનલની રેસથી લગભગ બહાર જ થઇ ગઈ છે. જેના કારણે ઇંગ્લેન્ડના પૂર્વ ક્રિકેટર કેવિન પીટરસન ચોંકી ગયા છે અને ઇંગ્લેનની ટીમના ખરાબ પ્રદર્શન અંગે ટ્વીટ કરી છે.
આ અંગેની તેમને એક ટ્વીટ વાયરલ થઇ છે. જેમાં તેમને લખ્યું છે કે, ‘ જયારે મને પૂછવામાં આવ્યું કે ઇંગ્લેન્ડની ટીમમાંથી કોને બહાર કરવામાં આવે તો મેં કહ્યું હતું કે માલનને બહાર રાખવાની અને બ્રુકને ટીમમાં રાખવાની જરૂર હતી. આજે પણ હું મારા આ નિવેદન પર અડગ છું. બટલરે ટોપ ઓર્ડર પર બેટિંગ કરવાની જરૂર હતી, જયારે ડેવિડ મલાને ન રમવું જોઈએ. તેમજ બ્રૂકને દરેક મેચ રમવાની જરૂર હતી.’
વર્લ્ડ કપમાં અત્યારે સુધી ઇંગ્લેન્ડે માત્ર એક જ મેચ જીતી છે. બાંગ્લાદેશ સામેની મેચમાં પણ ઇંગ્લેન્ડ હાર્યું હતું. આ સિવાય પુરા વર્લ્ડ કપ દરમ્યાન ઇંગ્લેન્ડના બેટર અને બોલર ફ્લોપ રહ્યા છે. જેના કારણે આજે ટીમની આ હાલત છે. ટીમના આ પ્રદર્શનના કારણે 2025માં યોજાનારી ચેમ્પિયન્સ ટ્રોફીમાં પણ તેનું ક્વોલીફાઈ કરવું શંકાજનક લાગે છે. વર્લ્ડ કપ 2023માં ટોપ 7માં રહેનારી ટીમ 2025 ચેમ્પિયન્સ ટ્રોફીમાં ડીરેક્ટર ક્વોલિફાય કરશે. હાલ ઇંગ્લેન્ડ પોઈન્ટ ટેબલ પર 10માં સ્થાને છે, જો તેને ક્વોલિફાય કરવું હોય તો બાકીની 3 મેચ તેને જીતવાની રહેશે.