આ સૈનિકોના મોતની પુષ્ટિ આઈડીએફએ કરી, બે સૈનિકો ગંભીર રીતે ઘાયલ
જેરૂસલેમ
ઈઝરાયેલ અને હમાસ વચ્ચે છેલ્લા 26 દિવસથી ચાલી રહેલા યુદ્ધમાં દિવસેને દિવસે વધુ તણાવની સ્થિતિ બની રહી છે અને યુદ્ધમાં બંને દેશોના અનેક નાગરિકોનો ભોગ લેવાઈ ગયો છે ત્યારે ગાઝમાં ગ્રાઉન્ડ ઓપરેશન દરમિયાન ઈઝરાયેલના 9 સૈનિકોના મોત થયા હોવાની આઈડીએફએ કરી પુષ્ટી કરી છે.
ઈઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં ગાઝામાં ઈઝરાયેલની સતત કાર્યવાહી ચાલુ છે તેમજ ઈઝરાયેલી સેના દ્વારા ગાઝામાં આક્રમક હુમલા કરવામાં આવી રહ્યા છે ત્યારે ઉત્તરી ગાઝામાં હમાસ દ્વારા એક ગ્રાઉન્ડ ઓપરેશનમાં ઈઝરાયેલના 9 સૈનિકોના મોત થયા છે. આ સૈનિકોના મોતની પુષ્ટિ આઈડીએફએ કરી છે. આ અગાઉ આઈડીએફએ જાણકારી આપી હતી કે ગાઝામાં બે સૈનિકો ગંભીર રીતે ઘાયલ થયા છે.
હમાસે 7 ઓક્ટોબરે ગાઝા પટ્ટીમાંથી ઈઝરાયેલ પર એક સાથે 5 હજાર રોકેટ છોડીને યુદ્ધની શરૂઆત કરી હતી. જે બાદ ઈઝરાયેલ ગાઝાને સતત જડબાતોડ જવાબ આપી રહ્યું છે. ઈઝરાયેલ સેનાએ ગાઝા પટ્ટીને ચારેબાજુથી ઘેરી લીધી છે અને હવાઈ હુમલાની સાથે જમીની હુમલા પણ આક્રમક રીતે કરી રહ્યા છે. આજે ઈઝરાયેલની સેનાએ ગાઝાના સૌથી મોટા શરણાર્થી કેમ્પ પર હુમલો કર્યો હતો જેમાં ઘણા લોકોના મોત થયા હતા.