ઈજાના કારણે મેકસવેલ લગભગ 8 દિવસ સુધી ક્રિકેટથી દૂર રહેશે
નવી દિલ્હી
ઓસ્ટ્રેલિયાની ટીમ વનડે વર્લ્ડ કપ 2023માં શરૂઆતની 2 મેચ હાર્યા બાદ જબરદસ્ત ફોર્મમાં જોવા મળી છે. છેલ્લી 4 મેચમાં સતત જીત મેળવી ઓસ્ટ્રેલિયા પોઈન્ટ્સ ટેબલ પર ચોથા નંબર પર છે. ઓસ્ટ્રેલિયાની આગામી મેચ ઇંગ્લેન્ડ સામે છે. ઇંગ્લેન્ડ સામે મેચ પહેલા ઓસ્ટ્રેલિયા ટીમને એક મોટો ઝાટકો લાગ્યો છે. ટીમનો સ્ટાર ઓલરાઉન્ડર ગ્લેન મેકસવેલ ઇંગ્લેન્ડ સામે રમાનાર મેચમાંથી બહાર થઇ ગયો છે.
મળેલા અહેવાલો મુજબ ગ્લેન મેકસવેલ સોમવારે ક્રિકેટ છોડીને ગોલ્ફ રમી રહ્યો હતો. આ દરમિયાન તે ઈજાગ્રસ્ત થયો હતો. આ ઈજાના કારણે મેકસવેલ લગભગ 8 દિવસ સુધી ક્રિકેટથી દૂર રહેશે. એક અહેવાલ મુજબ મેકસવેલને સોમવારના રોજ ક્લબ હાઉસમાં ગોલ્ફ રમતા ઈજા થઇ હતી. ટીમના હેડ કોચે કહ્યું કે, ‘તે નસીબદાર છે કે ઈજા ગંભીર નહોતી. પરિસ્થિતિ વધુ ખરાબ થઈ શકે છે. હેડ કોચે આ સમય દરમિયાન આશા વ્યક્ત કરી હતી કે મેક્સવેલ માત્ર એક મેચ માટે બહાર બેસશે.