મોટો થઇ રહ્યો હતો ત્યારે ગિલનો આદર્શ ખેલાડી સચિન તેંડુલકર હતો, પરંતુ વર્તમાન સમયમાં તે વિરાટ કોહલીને આદર્શ તરીકે જુવે છે
નવી દિલ્હી
ભારતીય ટીમના ઓપનર શુભમન ગિલે વન-ડે વર્લ્ડ કપ 2023 દરમિયાન ઘણી બાબતો અંગે ખુલાસો કર્યો છે. ગિલે જણાવ્યું હતું કે તેની જર્સીનો નંબર 77 કેમ છે, તેનો બેસ્ટ ફ્રેન્ડ કોણ છે અને તેનું નીક નેમ શું છે? આ ઉપરાંત ગિલે એ પણ જણાવ્યું કે તે કયા ખેલાડીઓને પોતાનો આદર્શ માને છે અને મેચ પછી તે સૌથી પહેલા કોને ફોન કરે છે.
શુભમન ગિલે વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, ‘તેનું નીક નેમ ‘કાકા’ છે જેનું પંજાબીમાં મતલબ થાય છે બેબી. તેણે પ્રશ્નોના જવાબ આપતા આગળ કહ્યું, ‘જયારે તે મોટો થઇ રહ્યો હતો ત્યારે તેનો આદર્શ ખેલાડી સચિન તેંડુલકર હતો. પરંતુ વર્તમાન સમયમાં તે વિરાટ કોહલીને આદર્શ તરીકે જુવે છે. ભારતીય ટીમમાં તેનો બેસ્ટ ફ્રેન્ડ ઇશાન કિશન છે.
ગિલે આગળ જણાવ્યું કે, ‘તેની જર્સીનો નંબર 77 એટલા માટે છે કેમ કે જયારે તે અંડર-19 વર્લ્ડ કપમાં 7 નંબરની જર્સી ઈચ્છતો હતો ત્યારે તે ઉપલબ્ધ ન હતી તો તેણે ડબલ 7 નંબરની જર્સી પહેરવાનો નિર્ણય કર્યો હતો. આ ઉપરાંત તેણે એ પણ જણાવ્યું કે તે મેચ બાદ પોતાના પિતાને સૌથી પહેલા ફોન કરે છે. તેણે એ પ્રશ્નનો પણ જવાબ કે તે કઈ એક વસ્તુ વિના નથી રહી શકતો. તેણે કહ્યું કે તે પોતાના પરિવાર વિના રહી શકતો નથી.