અમદાવાદ
અમદાવાદની અત્યંત નોંધપાત્ર ગોલ્ફર ટુર્નામેન્ટમાં સમાવેશ પામતી ગુલમોહર ગોલ્ફર ઓફ ધ યર (જીજીઓવાય) 2023 હવે પૂર્ણ થવાને આરે છે. ગુલમહોર ગ્રીન્સ, ગોલ્ફ અને કન્ટ્રી ક્લબ ખાતે તા.28 અને 29 ઓક્ટોબર ના રોજ એમપી ફાયનાન્સિયલ સર્વિસીસ ગો ગોલ્ફ કેલેન્ડરના ભાગરૂપે યોજાયેલ 11 રાઉન્ડની ટુર્નામેન્ટના 9મા રાઉન્ડમાં 55 ગોલ્ફર સામેલ થયા હતા.
0 થી 14 હેન્ડીકેપ કેટેગરીમાં 85 ગ્રોસ અને 34 પોઈન્ટ સાથે એસએસ સંધુ વિજેતા બન્યા હતા અને રવિ શાહ 83 ગ્રોસ અને 33 પોઈન્ટ નોંધાવીને રનર્સઅપ બન્યા હતા.
15 થી 23ની હેન્ડીકેપ કેટેગરીમાં નમીત શર્મા 90 ગ્રોસ અને 35 પોઈન્ટ નોંધાવી ચાર્ટમાં ટોચના સ્થાને રહ્યા હતા. આ કેટેગરીમાં દિલીપ કુમાર અધ્યાપોક 93 ગ્રોસ અને 33 પોઈન્ટસ સાથે રનર્સઅપ રહ્યા હતા.
24 થી 36ની હેન્ડીકેપ કેટેગરીમા 93 ગ્રોસ અને 34 પોઈન્ટ સાથે ડો. સિધ્ધાર્થ માવાણી વિજેતા બન્યા હતા, જ્યારે 94 ગ્રોસ અને 33 પોઈન્ટ નોંધાવી અનંત પટેલ રનર્સઅપ બન્યા હતા.
જુનિયર કેટેગરીમાં દેવજીત સિંઘ 91 ગ્રોસ અને 36 પોઈન્ટ નોંધાવી વિજેતા બન્યા હતા, તથા 85 ગ્રોસ અને 28 પોઈન્ટ સાથે અંશ જોબનપુત્રા રનર્સઅપ બન્યા હતા.
સિનિયર કેટેગરીને વિજેતાઓને તેમના પ્રયાસ બદલ 3,000 રિવોર્ડ પોઈન્ટ આપવામાં આવ્યા હતા, જ્યારે રનર્સઅપને 1800 પોઈન્ટ અપાયા હતા. જુનિયર કેટેગરીના વિજેતાઓને 1250 પોઈન્ટ અને રનર્સઅપને 1,000 પોઈન્ટ અપાયા હતા. એકંદરે 27 સ્પર્ધકોને રિવોર્ડ પોઈન્ટ મળ્યા હતા.
મુખ્ય સ્પર્ધાની સાથે સાથે ત્રણ સ્કીલ કોમ્પિટીશન્સનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. હોલ #1 ખાતે 265 યાર્ડનો શોટ લગાવીને યશ શાહે લોન્ગેસ્ટ ડ્રાઈવની સ્પર્ધા જીતી લીધી હતી. હોલ #3 ખાતે મનજીત સિંઘે હોલથી માત્ર 14 ફૂટ અને 7 ઈંચ દૂર દડો પહોંચાડીને ક્લોઝેસ્ટ ટુ ધ પીનના વિજેતા બન્યા હતા. હોલ #9 ખાતે હોલથી માત્ર 5 ફૂટ દડો પહોંચાડીને અંશ જોબનપુત્રાએ સ્પર્ધા જીતી લીધી હતી.