ગુલમહોર ગોલ્ફર ઓફ ધ યરના બીજા રાઉન્ડમાં 68 ગોલ્ફરોએ ભાગ લીધો

અમદાવાદ  બિમાવલે-ગો ગોલ્ફ 2025 કેલેન્ડરના ભાગ રૂપે ગુલમહોર ગ્રીન્સ: ગોલ્ફ એન્ડ કન્ટ્રી ક્લબ ખાતે રમાયેલા ગુલમહોર ગોલ્ફર ઓફ ધ યર 2025 (GGOY) ના બીજા રાઉન્ડમાં 68 ગોલ્ફરોએ ચાર કેટેગરીમાં ભાગ લીધો હતો. તેજસ દેસવાલે 0-14 હેન્ડીકેપ કેટેગરીમાં 76 ગ્રોસ અને 38 પોઈન્ટ સાથે જીત મેળવી હતી, અને હૈદર અલી 85 ગ્રોસ અને 37 પોઈન્ટ સાથે કેટેગરી રનર-અપ…

ગુલમહોર ગોલ્ફર ઓફ ધ યરના રાઉન્ડ 7માં 57 ગોલ્ફરોએ ભાગ લીધો

અમદાવાદ ગુલમહોર ગોલ્ફર ઓફ ધ યર (GGOY) ટૂર્નામેન્ટના સાતમા રાઉન્ડમાં રોમાંચક લડત સાથે ક્લોઝ ફિનિશ જોવા મળ્યું. MP ફાયનાન્શિયલ સર્વિસીસ ‘ગો-ગોલ્ફ 2024 કેલેન્ડર’ના ભાગરૂપે 27 અને 28 જુલાઇના રોજ ગુલમહોર ગ્રીન્સ- ગોલ્ફ એન્ડ કન્ટ્રી કલબ ખાતે રમાયેલ 11 રાઉન્ડના GGOYના નવીનતમ રાઉન્ડ માટે 57 ગોલ્ફરોએ ભાગ લીધો હતો. 0થી 14 હેન્ડીકેપ કેટેગરીમાં પુનિત દોશી 78 ગ્રોસ અને 42 પોઈન્ટ સાથે ટેબલમાં ટોચ પર રહ્યા, તેઓએ 80 ગ્રોસ અને 40 પોઈન્ટ સાથે રનરપ તરનજીત સિંઘને માત આપી હતી. નીલ દવે 74 ગ્રોસ…

ગુલમહોર ગોલ્ફર ઓફ ધ યરના ત્રીજા રાઉન્ડમાં 77 ગોલ્ફર્સે ભાગ લીધો

અમદાવાદઃ એમપી ફાઇનાન્શિયલ સર્વિસીસ- ગો ગોલ્ફ 2024 કેલેન્ડરના ભાગ રૂપે ગુલમહોર ગોલ્ફ એન્ડ કન્ટ્રી કલબ ખાતે 11- રાઉન્ડ ગુલમહોર ગોલ્ફ ઓફ ધ યર 2024માં ત્રીજા રાઉન્ડનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 77 ગોલ્ફર્સે ભાગ લીધો હતો.   ચાર કેટેગરીમાં યોજાયેલી સ્પર્ધામાં દરેક સ્પર્ધક વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી હતી. 0-14 હેન્ડીકેપ કેટેગરીમાં રવિ શાહે 80…

ગુલમહોર ગોલ્ફર ઓફ ધ યરના અંતિમ રાઉન્ડમાં 44 ગોલ્ફર્સે ભાગ લીધો

અમદાવાદ એમપી ફાઇનાન્શિયલ સર્વિસિઝ – ગો ગોલ્ફ 2023 કેલેન્ડરના ભાગરૂપે ગુલમહોર ગ્રીન્સ – ગોલ્ફ એન્ડ કન્ટ્રી ક્લબ ખાતે રમાયેલ ગુલમહોર ગોલ્ફર ઑફ ધ યર (GGOY)ના 11માં અંતિમ રાઉન્ડમાં 44 ગોલ્ફર્સે ભાગ લીધો હતો. અંતિમ રાઉન્ડમાં ભારે રસાકસી જોવા મળી હતી. ગોલ્ફર્સે અંત સુધી આકરી સ્પર્ધા રમી હતી. એસપી સિંહ 80 ગ્રોસ અને 37 પોઈન્ટ સાથે…

ગુલમોહર ગોલ્ફર ઓફ ધ યરના 10મા રાઉન્ડમાં રોમાંચક સ્પર્ધા જોવા મળી

અમદાવાદ એમપી ફાયનાન્સિયલ સર્વિસીસ-ગો ગોલ્ફ 2023 કેલેન્ડરના ભાગ રૂપે  યોજાતી 11 રાઉન્ડની ગુલમોહર ગોલ્ફર ઓફ ધ યર ટુર્નામેટના છેલ્લાથી આગળના  એટલે કે 10મો રાઉન્ડ, ગુલમોહર ગ્રીન્સ-ગોલ્ફ એન્ડ કન્ટ્રી કલબ ખાતે યોજાયો હતો. આ  રાઉન્ડમાં 51 ગોલ્ફર સામેલ થયા હતા. 0 થી 14 હેન્ડીકેપ કેટેગરીમાં રવિ શાહ 77ગ્રોસ અને 39 પોઈન્ટસ સાથે વિજેતા બન્યા હતા. 84…

ગુલમોહર ગોલ્ફર ઓફ ધ યરના 9મા રાઉન્ડમાં 55 ગોલ્ફર સામેલ થયા

અમદાવાદ અમદાવાદની અત્યંત નોંધપાત્ર ગોલ્ફર ટુર્નામેન્ટમાં સમાવેશ પામતી ગુલમોહર ગોલ્ફર ઓફ ધ યર (જીજીઓવાય) 2023 હવે પૂર્ણ થવાને આરે છે. ગુલમહોર ગ્રીન્સ, ગોલ્ફ અને કન્ટ્રી ક્લબ ખાતે તા.28 અને 29 ઓક્ટોબર ના રોજ એમપી ફાયનાન્સિયલ સર્વિસીસ ગો ગોલ્ફ કેલેન્ડરના ભાગરૂપે યોજાયેલ 11 રાઉન્ડની ટુર્નામેન્ટના 9મા રાઉન્ડમાં 55 ગોલ્ફર સામેલ થયા હતા. 0 થી 14 હેન્ડીકેપ…

ગુલમહોર ગોલ્ફર ઓફ ધ યર 8મા રાઉન્ડમાં 59 ગોલ્ફર્સ સામેલ થયા

અમદાવાદ  એમપી ફાઇનાન્સિયલ સર્વિસીસ ગો ગોલ્ફ 2023 કેલેન્ડર ના ભાગરૂપે ગુલમહોર ગ્રીન્સ એન્ડ કન્ટ્રી ક્લબ ખાતે તા.23 અને 24 સપ્ટેમ્બરના રોજ રમાયેલી 11 રાઉન્ડની ગુલમહોર ગોલ્ફર ઓફ ધ યર (જીજીઓવાય) ના 8માં રાઉન્ડમાં 59 ગોલ્ફર્સ સામેલ થયા હતા. આ રમતોત્સવની તમામ મેચમાં ખૂબ જ રસાકસી રહી હતી અને વિજેતા ખેલાડીઓ રનર્સઅપ ની તુલનામાં ખૂબ જ ઓછી સરસાઈ ધરાવતા હતા. 0 થી 14 હેન્ડીકેપ કેટેગરીમાં 82 ગ્રોસ અને 35 પોઇન્ટ મેળવીને રવિ શાહ વિજેતા નિવડ્યા હતા. રનર્સઅપ બનેલા દેવાંશ સંઘવીએ 80 ગ્રોસ અને 34 પોઈન્ટ મેળવ્યા હતા. સંજીવ કુમાર 15-23 હેન્ડીકેપ કેટેગરીમાં 87 ગ્રોસ અને 36 પોઈન્ટ સાથે વિજેતા હતા, કુશ પંચોલી 91 ગ્રોસ અને 34 પોઈન્ટ સાથે આગળ હતા. 24 થી 36 હેન્ડીકેપ કેટેગરીમાં ડો. સિદ્ધાર્થ માવાણી 96 ગ્રોસ અને 35 પોઈન્ટ સાથે મોખરે રહ્યા હતા. રમેશ સોજીત્રા 98 ગ્રોસ અને 34 પોઈન્ટ મેળવીને રનર્સઅપ બન્યા હતા. જુનિયર કેટેગરીમાં નીલ દવેએ 78 ગ્રોસ  અને 35 પોઈન્ટ સાથે પ્રથમ સ્થાન મેળવ્યું હતું,  જ્યારે જુહી માવાણી 97 ગ્રોસ અને 33 પોઈન્ટ સાથે રનર્સ અપ બની હતી. સિનિયર કેટેગરીના વિજેતાઓએ 3000 રિવોર્ડ પોઈન્ટ મેળવ્યા હતા, જ્યારે રનર્સ અપને 1800 પોઈન્ટ મળ્યા હતા. જુનિયર કેટેગરીમાં વિજેતાને 1250 પોઈન્ટ અને રનર્સ અપને 1000 પોઈન્ટ મળ્યા હતા. એકંદરે 29 ગોલ્ફર્સને રિવોર્ડ પોઈન્ટ મળ્યા હતા. જીજીઓવાયના મુખ્ય રાઉન્ડની સાથે સાથે ત્રણ સ્કીલ કોમ્પિટિશન પણ યોજાઈ હતી. મહર્ષિ પટેલ હોલ #1 ખાતે 237 યાર્ડનો શોટ લગાવીને લોન્ગેસ્ટ ડ્રાઈવની સ્પર્ધા જીતી ગયા હતા. એસ કે દાસ હોલ #3 ખાતે અસરકારક શોટ લગાવીને ક્લોઝેસ્ટ ટુ ધ પીન સ્પર્ધા જીત્યાં હતા. આ શોટ હોલથી 7 ફૂટ અને 6 ઇંચ દૂર રહ્યો હતો. વરુણ ગુપ્તા હોલમાંથી 12 ફૂટ અને 11 ઇંચ દૂર ફીલ લેન્ડ કરીને હોલ #9 પર પિનની સૌથી નજીકના બીજા શોટ માટે સ્પર્ધામાં વિજય મેળવ્યો હતો.