અમદાવાદ
એમપી ફાઇનાન્સિયલ સર્વિસીસ ગો ગોલ્ફ 2023 કેલેન્ડર ના ભાગરૂપે ગુલમહોર ગ્રીન્સ એન્ડ કન્ટ્રી ક્લબ ખાતે તા.23 અને 24 સપ્ટેમ્બરના રોજ રમાયેલી 11 રાઉન્ડની ગુલમહોર ગોલ્ફર ઓફ ધ યર (જીજીઓવાય) ના 8માં રાઉન્ડમાં 59 ગોલ્ફર્સ સામેલ થયા હતા.
આ રમતોત્સવની તમામ મેચમાં ખૂબ જ રસાકસી રહી હતી અને વિજેતા ખેલાડીઓ રનર્સઅપ ની તુલનામાં ખૂબ જ ઓછી સરસાઈ ધરાવતા હતા.
0 થી 14 હેન્ડીકેપ કેટેગરીમાં 82 ગ્રોસ અને 35 પોઇન્ટ મેળવીને રવિ શાહ વિજેતા નિવડ્યા હતા. રનર્સઅપ બનેલા દેવાંશ સંઘવીએ 80 ગ્રોસ અને 34 પોઈન્ટ મેળવ્યા હતા.
સંજીવ કુમાર 15-23 હેન્ડીકેપ કેટેગરીમાં 87 ગ્રોસ અને 36 પોઈન્ટ સાથે વિજેતા હતા, કુશ પંચોલી 91 ગ્રોસ અને 34 પોઈન્ટ સાથે આગળ હતા.
24 થી 36 હેન્ડીકેપ કેટેગરીમાં ડો. સિદ્ધાર્થ માવાણી 96 ગ્રોસ અને 35 પોઈન્ટ સાથે મોખરે રહ્યા હતા. રમેશ સોજીત્રા 98 ગ્રોસ અને 34 પોઈન્ટ મેળવીને રનર્સઅપ બન્યા હતા.
જુનિયર કેટેગરીમાં નીલ દવેએ 78 ગ્રોસ અને 35 પોઈન્ટ સાથે પ્રથમ સ્થાન મેળવ્યું હતું, જ્યારે જુહી માવાણી 97 ગ્રોસ અને 33 પોઈન્ટ સાથે રનર્સ અપ બની હતી.
સિનિયર કેટેગરીના વિજેતાઓએ 3000 રિવોર્ડ પોઈન્ટ મેળવ્યા હતા, જ્યારે રનર્સ અપને 1800 પોઈન્ટ મળ્યા હતા. જુનિયર કેટેગરીમાં વિજેતાને 1250 પોઈન્ટ અને રનર્સ અપને 1000 પોઈન્ટ મળ્યા હતા. એકંદરે 29 ગોલ્ફર્સને રિવોર્ડ પોઈન્ટ મળ્યા હતા.
જીજીઓવાયના મુખ્ય રાઉન્ડની સાથે સાથે ત્રણ સ્કીલ કોમ્પિટિશન પણ યોજાઈ હતી. મહર્ષિ પટેલ હોલ #1 ખાતે 237 યાર્ડનો શોટ લગાવીને લોન્ગેસ્ટ ડ્રાઈવની સ્પર્ધા જીતી ગયા હતા. એસ કે દાસ હોલ #3 ખાતે અસરકારક શોટ લગાવીને ક્લોઝેસ્ટ ટુ ધ પીન સ્પર્ધા જીત્યાં હતા. આ શોટ હોલથી 7 ફૂટ અને 6 ઇંચ દૂર રહ્યો હતો. વરુણ ગુપ્તા હોલમાંથી 12 ફૂટ અને 11 ઇંચ દૂર ફીલ લેન્ડ કરીને હોલ #9 પર પિનની સૌથી નજીકના બીજા શોટ માટે સ્પર્ધામાં વિજય મેળવ્યો હતો.