માત્ર ચાર સત્રમાં જ આ કંપનીના માર્કેટ કેપમાં રૂપિયા ૩૧૨૦૦ કરોડ થી વધુનું ધોવાણ થઇ ચૂક્યું છે

મુંબઈ
રિલાયન્સમાંથી ડીમર્જ થયેલી જીઓ ફાઇનાંશિયલ સર્વિસનો શેર સોમવારે લિસ્ટેડ થયો ત્યારથી સતત પટકાઈ રહ્યો છે. આજે તે સતત પાંચમી વખત નીચલી સર્કિટમાં પટકાયો હતો.
જે એફ એસ એલના પટકાવાથી બેન્ચમાર્ક ને પણ ધક્કો લાગે છે, કારણ કે આ શેર કામચલાઉ ધોરણે સેન્સેકસ અને નિફ્ટી માં સામેલ કરાયો છે. માત્ર ચાર સત્રમાં જ આ કંપનીના માર્કેટ કેપમાં રૂપિયા ૩૧૨૦૦ કરોડ થી વધુનું ધોવાણ થઇ ચૂક્યું છે.
આજના સત્રમાં આ શેરે મંદીવાળા ની પક્કડમાંથી છૂટવા પ્રયાસ કર્યા હતા, જોકે સફળતા મુશ્કેલ જણાય છે. ટેકનિકલ કારણસર આ શેર બંને બેન્ચમાર્કમાં વધુ દિવસો અટવાયેલો રહેશે.
બજારની નજર હવે સોમવારની રિલાયન્સની એ.જી.એમ. પર મંડાયેલી છે, જેમાં જીઓના આઇપીઓથી માંડીને ડિવિડન્ડ સુધીની મહત્વની જાહેરાતો અપેક્ષિત છે.