અમદાવાદ
એમપી ફાયનાન્સિયલ સર્વિસીસ-ગો ગોલ્ફ 2023 કેલેન્ડરના ભાગ રૂપે યોજાતી 11 રાઉન્ડની ગુલમોહર ગોલ્ફર ઓફ ધ યર ટુર્નામેટના છેલ્લાથી આગળના એટલે કે 10મો રાઉન્ડ, ગુલમોહર ગ્રીન્સ-ગોલ્ફ એન્ડ કન્ટ્રી કલબ ખાતે યોજાયો હતો. આ રાઉન્ડમાં 51 ગોલ્ફર સામેલ થયા હતા.
0 થી 14 હેન્ડીકેપ કેટેગરીમાં રવિ શાહ 77ગ્રોસ અને 39 પોઈન્ટસ સાથે વિજેતા બન્યા હતા. 84 ગ્રોસ અને 33 પોઈન્ટસ સાથે પુનિત દોશી રનર્સઅપ જાહેર થયા હતા. 15થી 23 હેન્ડીકેપ કેટેગરીમાં જીએસ મલિક 87 ગ્રોસ અને 34 (B9-12) પોઈન્ટસ સાથે ટોચના સ્થાને રહયા હતા. રનર્સ અપ જાહેર થયેલા રાજપાલ દલાલ કરતાં તે થોડાક જ આગળ હતા. રાજપાલ દલાલે 90ગ્રોસ અને 34 (B9-10) પોઈન્ટસ સાથે પોતાની રમત પૂરી કરી હતી.
24 થી 36ની કેટેગરીમાં 96 ગ્રોસ અને 36 પોઈન્ટસ સાથે સુખદેવસિંઘ વિજેતા જાહેર થયા હતા. 102 ગ્રોસ અને 34 પોઈન્ટસ નોંધાવનાર સચીન મહેતા કરતાં આગળ નીકળી ગયા હતા. 3 વિજેતાઓને તેમના પ્રયાસ બદલ 3,000 રિવોર્ડ પોઈન્ટસ એનાયત કરવામાં આવ્યા હતા. રનર્સ-અપને 1800 રિવોર્ડ પોઈન્ટ આપવામાં આવ્યા હતા. કુલ 22 ગોલ્ફર્સને રિવોર્ડ પોઈન્ટસ મળ્યા હતા.
જૂનિયર કેટેગરીમાં 91 ગ્રોસ અને 34 પોઈન્ટસ સાથે દેવજીતસિંઘ વિજેતા બન્યા હતા, જ્યારે 90 ગ્રોસ અને 30 પોઈન્ટસ સાથે ત્વીષા પટેલ રનર્સ અપ બની હતી. દેવજીતસિંઘને વિજેતા બનવા બદલ 1250 પોઈન્ટસ આપવામાં આવ્યા હતા.
જીજીઓવાયના 10મા રાઉન્ડમાં યોજાયેલી ત્રણ સ્કીલ કોમ્પીટીશનમાં પણ સ્પર્ધકો સખત પરિશ્રમ સાથે સામેલ થયા હતા. હોલ #1 ખાતે યોજાયેલી લોંગેસ્ટ ડ્રાઈવની સ્પર્ધામાં 248 વારનો શોટ મારીને રવિ શાહે સ્પર્ધા જીતી લીધી હતી. હોલ #3 ખાતે યોજાયેલી કલોઝોસ્ટ ટુ ધ પીન સ્પર્ધામાં હોલથી માત્ર 3 ફૂટ 9 ઈંચ દૂર દડો પહોંચાડીને પ્રણવ કાપડીયા વિજેતા બન્યા હતા. હોલ #9 ખાતે યોજાયેલી સેકન્ડ શોટ ક્લોઝેસ્ટ ટુ ધ પીન સ્પર્ધામાં સમીર કુમાર દાસ હોલથી માત્ર 4 ફૂટ 9 ઈંચ દૂર દડો પહોંચાડીને વિજેતા બન્યા હતા.