ગુલમહોર ગોલ્ફર ઓફ ધ યરના અંતિમ રાઉન્ડમાં 44 ગોલ્ફર્સે ભાગ લીધો

Spread the love

અમદાવાદ

એમપી ફાઇનાન્શિયલ સર્વિસિઝ – ગો ગોલ્ફ 2023 કેલેન્ડરના ભાગરૂપે ગુલમહોર ગ્રીન્સ – ગોલ્ફ એન્ડ કન્ટ્રી ક્લબ ખાતે રમાયેલ ગુલમહોર ગોલ્ફર ઑફ ધ યર (GGOY)ના 11માં અંતિમ રાઉન્ડમાં 44 ગોલ્ફર્સે ભાગ લીધો હતો. અંતિમ રાઉન્ડમાં ભારે રસાકસી જોવા મળી હતી. ગોલ્ફર્સે અંત સુધી આકરી સ્પર્ધા રમી હતી.

એસપી સિંહ 80 ગ્રોસ અને 37 પોઈન્ટ સાથે 0-14 હેન્ડીકેપ કેટેગરીમાં વિજેતા તરીકે ઉભરી આવ્યા હતા. ઋત્વિક ઠક્કર 81 ગ્રોસ અને 35 પોઈન્ટ સાથે રનર-અપ રહ્યા હતા.

15-23 હેન્ડીકેપ કેટેગરીમાં, નીરવ સોની 82 ગ્રોસ અને 38 (B9-16) પોઈન્ટ્સ સાથે વિજેતા રહ્યા હતા. સંજીવકુમારે 83 ગ્રોસ અને 38 (B9-13) પોઈન્ટ સાથે રનર-અપ રહ્યા હતા.

24-36 હેન્ડીકેપ કેટેગરીમાં અનંત પટેલ 97 ગ્રોસ અને 30 પોઈન્ટ સાથે વિજેતા અને વરૂણ ગુપ્તા 100 ગ્રોસ તથા 29 પોઈન્ટ સાથે રનરઅપ રહ્યા હતા.

પ્રત્યેક વિજેતાને તેમના શ્રેષ્ઠ પર્ફોર્મન્સ માટે 3000 રિવોર્ડ પોઈન્ટ્સ આપવામાં આવ્યા હતા, જ્યારે રનરઅપને 1800 રિવોર્ડ પોઈન્ટ્સ મળ્યા હતા. કુલ 19 ગોલ્ફર્સે આ રિવોર્ડ પોઈન્ટ્સ પ્રાપ્ત કર્યા હતા.

જુનિયર કેટેગરીમાં ટ્વિશા પટેલ 84 ગ્રોસ અને 36 પોઈન્ટ સાથે વિજેતા બની હતી. દેવજીત સિંહ 94 ગ્રોસ અને 30 પોઈન્ટ સાથે જુનિયર રનર અપ હતો. તેઓને તેમના પ્રદર્શન માટે અનુક્રમે 1,250 અને 1,000 રિવોર્ડ પોઈન્ટ આપવામાં આવ્યા હતા.

GGOYના મેઈન રાઉન્ડની સાથે ત્રણ સ્કીલ કોમ્પિટિશન પણ રમાઈ હતી. વરુણ સૂદે 259.4 યાર્ડના શોટ સાથે હોલ નંબર 1 પર સૌથી લાંબી ડ્રાઇવ માટેની સ્કીલ કોમ્પિટિશન જીતી હતી. અવતાર સિંહે હોલથી માત્ર 4 ફૂટ દૂર બોલને લેન્ડ કરીને હોલ #3 પર સૌથી નજીકની પિન કરવાની સ્પર્ધા જીતી હતી. નીરવ સોનીએ હોલમાંથી એક ફૂટ નવ ઇંચના અંતરે બોલને લેન્ડ કરીને હોલ #9 પર પિનની સૌથી નજીકના બીજા શોટ માટેની સ્પર્ધા જીતી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *