સા. આફ્રિકાએ વન-ડે વર્લ્ડ કપમાં એક એડિશનમાં સૌથી વધુ વખત 300થી વધુનો સ્કોર કર્યો

Spread the love

પ્રથમ બેટિંગ કરતા સતત 8 મેચોમાં 300 રનનો આંકડો પાર કરનાર ટીમ પણ બની ગઈ

પૂણે

સાઉથ આફ્રિકા અને ન્યુઝીલેન્ડ વચ્ચે ગઈકાલે પુણેમાં વન-ડે વર્લ્ડ કપ2023ની 32મી મેચ રમાઈ હતી, જેમાં સાઉથ આફ્રિકાએ ન્યુઝીલેન્ડને 190 રનના અંતરથી હરાવ્યું હતું. સાઉથ આફ્રિકાએ પ્રથમ બેટિંગ કરતા 357 રન બનાવ્યા હતા. આ સાથે જ સાઉથ આફ્રિકન ટીમે ઈતિહાસ રચી દીધો હતો. સાઉથ આફ્રિકા વન-ડે વર્લ્ડ કપના એક એડિશનમાં સૌથી વધુ વખત 300થી વધુ સ્કોર કરનાર ટીમ બની ગઈ છે. આ ઉપરાંત તે પ્રથમ બેટિંગ કરતા સતત 8 મેચોમાં 300 રનનો આંકડો પાર કરનાર ટીમ પણ બની ગઈ છે.

સાઉથ આફ્રિકાની ટીમે ગઈકાલે રમયેલી મેચમાં ન્યુઝીલેન્ડને 358 રનનો ટાર્ગેટ આપ્યો હતો. આ પહેલા તેણે વન-ડે વર્લ્ડ કપની 4 મેચોમાં પ્રથમ બેટિંગ કરતા 300થી વધુ રન પણ બનાવ્યા હતા. સાઉથ આફ્રિકાએ વન-ડે વર્લ્ડ કપ2023માં શ્રીલંકા, ઓસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડ અને બાંગ્લાદેશ સામે પ્રથમ બેટિંગ કરતા 300થી વધુ રન બનાવ્યા અહાતા અને આ ચારેય મેચમાં તેને જીત મળી હતી. આ ઉપરાંત સાઉથ આફ્રિકાની ટીમે વન-ડે વર્લ્ડ કપમાં સૌથી વધુ વખત 350થી વધુ રન બનાવવાના મામલે ઓસ્ટ્રેલિયાની બરોબરી પણ કરી લીધી છે. ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકાની ટીમે 9 વખત 350થી વધુ રન બનાવ્યા છે. ભારતે વન-ડે વર્લ્ડ કપમાં 4 વખત 350થી વધુ રના બનાવ્યા છે.

સાઉથ આફ્રિકાના ઓપનર ક્વિન્ટન ડી કોકે ગઈકાલે રમાયેલી મેચમાં ન્યૂઝીલેન્ડ સામે ટૂર્નામેન્ટની ચોથી સદી ફટકારી હતી. ડી કોકે 116 બોલમાં 10 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી 114 રન બનાવ્યા હતા. આ સદી સાથે તેણે વન-ડે વર્લ્ડ કપ2023માં 500 રનનો આંકડો પણ પાર કર્યો અને આવું કરનાર તે પ્રથમ સાઉથ આફ્રિકન બેટ્સમેન બન્યો હતો.

Total Visiters :150 Total: 1502165

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *