કોહલીએ દિગ્ગજ ખેલાડી સચિન તેંડુલકર અને સૌથી સફળ કેપ્ટન ધોનીને પાછળ રાખીને ભારત માટે સૌથી સફળ ખેલાડી બની ગયો

મુંબઈ
ભારતે ગઈકાલે વર્લ્ડ કપ 2023ની 33મી મેચમાં શ્રીલંકા સામે 302 રને મોટી જીત મેળવી હતી. આ જીત સાથે જ વિરાટ કોહલીએ દિગ્ગજ ખેલાડી સચિન તેંડુલકર અને સૌથી સફળ કેપ્ટન ધોનીને પાછળ રાખીને ભારત માટે સૌથી સફળ ખેલાડી બની ગયો છે. વિશ્વમાં તેનાથી આગળ ફક્ત પોન્ટિંગ અને જયવર્ધને જ છે.
વિરાટ ભારત માટે સૌથી વધુ આંતરરાષ્ટ્રીય મેચ જીતનાર ખેલાડી બની ગયો છે. કોહલી ટેસ્ટ, વનડે અને ટી20 મળીને કુલ ભારત માટે 514 આંતરરાષ્ટ્રીય મેચ રમી ચૂક્યો છે જેમાં ટીમે 308 મેચ જીતી છે જ્યારે 166 મેચ ભારત હાર્યું છે. આ ઉપરાંત 7 મેચ ટાઈ જ્યારે 21 મેચ ડ્રો રહી અને 12 મેચ અનિર્ણિત રહી હતી. વિરાટ બાદ સચિન તેંડુલકરનું નામ આવે છે જેણે ભારત માટે કુલ 664 આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી જેમાં 307માં જીત અને 256 મેચમાં ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો. આ ઉપરાંત પાંચ મેચ ટાઈ અને 72 મેચ ડ્રો રહી જ્યારે 24 મેચ અનિર્ણિત રહી હતી. આ સિવાય સૌથી સફળ કેપ્ટન ધોની ત્રીજા નંબર પર છે જેણે ભારત માટે કુલ 538 આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી જેમાં 298 મેચમાં જીત અને 186માં ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો. આ ઉપરાંત સાત મેચ ટાઈ અને 30 મેચ ડ્રો રહી જ્યારે 17 મેચ અનિર્ણિત રહી હતી
વિરાટ કોહલીની તુલના જો વિશ્વના ખેલાડીઓ સાથે કરવામાં આવે તો તે ઓસ્ટ્રેલિયાના સૌથી સફળ કેપ્ટન પોન્ટિંગ અને શ્રીલંકાના જયવર્ધને બાદ ત્રીજા સ્થાને છે. પોન્ટિંગે ઓસ્ટ્રેલિયા માટે કુલ 560 આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી જેમાં 377માં જીત અને 137 મેચમાં ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો. આ ઉપરાંત પાંચ મેચ ટાઈ અને 29 મેચ ડ્રો રહી જ્યારે 12 મેચ અનિર્ણિત રહી હતી. પોન્ટિંગ બાદ જયવર્ધનેએ શ્રીલંકા તરફથી કુલ 652 આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી જેમાં 336માં જીત અને 249 મેચમાં ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો. આ ઉપરાંત ચાર મેચ ટાઈ અને 45 મેચ ડ્રો રહી જ્યારે 18 મેચ અનિર્ણિત રહી હતી.