જો કે થોડા સમય બાદ ગુજરાતના રાજ્યસભાના સાંસદની તબિયતમાં સુધારો થયો હતો અને તેઓ ફરીથી ફોટો સેશનમાં જોડાયા હતા
નવી દિલ્હી
આજે નવા સંસદભવનમાં વિશેષ સત્રની શરુઆત થતા પહેલા દેશભરના સાંસદો જૂના સંસદભવન પહોંચ્યા હતા જ્યાં સાંસદોનું ફોટો સેશન ચાલી રહ્યું હતું ત્યારે ગુજરાતના ભાજપના રાજ્યસભાના સાંસદ નરહરિ અમીન અચાનક બહોશ થઈ ગયા હતા, જો કે થોડા સમય બાદ તેની તબિયતમાં સુધારો થયો હતો અને તે ફરીથી ફોટો સેશનમાં જોડાયા હતા.
ઉલ્લેખનીય છે કે એડવિન લુટિયન અને હર્બર્ટ બેકરની ડિઝાઇન કરેલા 96 વર્ષ જૂના સંસદભવનને આજે અલવિદા કર્યું છે, આજથી સંસદના નવા ભવનમાં કામકાજ શરુ થઈ જશે અને લોકસભાની કાર્યવાહી બપોરે 1.15 કલાકે તેમજ રાજ્યસભાની કાર્યવાહી બપોરે 2.15 કલાકે શરુ થશે. નવા સંસદ ભવનની શરુઆતની તૈયારી પુરી થઈ ગઈ છે અને આ ભવનમાં કુલ 1280 સભ્યો માટે બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે.