જૂના સ્થાનની ગરિમા ઓછી ન થવી જોઈએ, હવે તેને સંવિધાન સદન નામેથી ઓળખાશેઃ મોદી

Spread the love

વડાપ્રધાન મોદીએ જૂના બિલ્ડિંગના વિદાય સમારોહ પર સેન્ટ્રલ હોલમાં સંબોધન કર્યું

નવી દિલ્હી

સંસદના વિશેષ સત્રનો આજે બીજો દિવસ છે. આજથી સંસદની કાર્યવાહી નવા સંસદભવનમાં શરુ થશે. આ પહેલા જૂના સંસદભવન પાસે તમામ સાંસદોનું ફોટોસેશન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી બંધારણની નકલ સાથે નવી ઇમારતમાં પહોંચશે. આ પહેલા વડાપ્રધાન મોદીએ જૂના બિલ્ડિંગના વિદાય સમારોહ પર સેન્ટ્રલ હોલમાં સંબોધન કર્યું હતું.

આજે નવી સંસદ ભવનમાં આપણે બધા નવા ભવિષ્યના શ્રી ગણેશની કરવા જઈ રહ્યા છીએ. આ ક્ષણ આપણને ભાવુક કરે એવી છે અને આપણી ફરજ માટે પ્રેરણા પણ આપી છે. અહીં 1947માં બ્રિટિશ સરકારે સત્તા સ્થાનાંતરિત કર્યું હતું, આ સેન્ટ્રલ હોલ તેનો સાક્ષી રહ્યો છે. આ સેન્ટ્રલ હોલ આપણી લાગણીઓથી ભરેલો છે. વિદાય આપતા સમયે પીએમ મોદીએ કહ્યું કે- આ સ્થાનની ગરિમા ઓછી ન થવી જોઈએ. તે માટે હવે તેને સંવિધાન સદન નામેથી ઓળખાશે.

સંસદને સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શાહબાનો કેસનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. તેમણે કહ્યું કે- અહીં ચાર હજારથી વધુ કાયદા પસાર કરવામાં આવ્યા હતા. આ જ સંસદમાં મુસ્લિમ બહેનો અને દીકરીઓની ન્યાયની રાહ હતી તે શાહબાનો કેસને કારણે ગાડી અલગ પાટા પર જતી રહી હતી. આ સંસદે આપણીએ ભૂલને સુધારી છે.    

પીએમ મોદીએ જૂની સંસદના સેન્ટ્રલ હોલમાં કહ્યું, ભારત હવે અટકવાનો નથી. આપણે જૂના કાયદામાંથી છૂટકારો મેળવીને નવા કાયદા તરફ આગળ વધી રહ્યા છીએ. સંસદમાં બનેલો દરેક કાયદો ભારતના નાગરિકો માટે હોવો જોઈએ. આપણે જે પણ સુધારા કરીએ તેમાં ભારતનો પણ સમાવેશ થવો જોઈએ. 1952 પછી, વિશ્વના લગભગ 41 રાજ્યોના વડાઓ સેન્ટ્રલ હોલમાં આવ્યા અને આપણા સંસદસભ્યોને સંબોધિત કર્યા. હિન્દુસ્તાન એક યુવા દેશ છે.

Loading

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *