ઈઝરાયેલે ગાઝામાંથી આવેલા હજ્જારો કર્મચારીઓને પાછા મોકલી દીધા

Spread the love

કેટલાક કામદારો સાત ઓક્ટોબરે દક્ષિણી ઈઝરાયેલ પર હમાસે કરેલા હુમલા વખતે સીલ કરાયેલી બોર્ડર ક્રોસ કરતા જોવા મળ્યા હતા

તેલ અવીવ

હમાસ સાથે ચાલી રહેલા યુધ્ધ વચ્ચે ઈઝરાયેલે ગાઝા પટ્ટીમાંથી આવીને ઈઝરાયેલમાં કામ કરતા હજારો કર્મચારીઓને પાછા મોકલી દીધા છે. 

પેલેસ્ટાઈનના અધિકારીઓએ આપેલી જાણકારી પ્રમાણે કેટલાક કામદારો સાત ઓક્ટોબરે દક્ષિણી ઈઝરાયેલ પર હમાસે કરેલા હુમલા વખતે સીલ કરાયેલી બોર્ડર ક્રોસ કરતા જોવા મળ્યા હતા. તેમને યુધ્ધ શરુ થયા બાદ અટકાયત  કરીને ખાસ સેન્ટરોમાં રાખવામાં આવ્યા હતા. જ્યાં તેમણે ઈઝરાયેલના અધિકારીઓ દ્વારા હિંસક વ્યવહાર કરવામાં આવી રહ્યો હોવાનો આરોપ લગાવ્યો હતો. 

ગાઝાના કામદારોનુ કહેવુ છે કે, અમે ઈઝરાયેલ માટે પરસેવો વહેડાવ્યો છે અને તેમણેમ અમારી સાથે જાનવરો જેવો વ્યવહાર કર્યો છે. લગગ 18000 પેલેસ્ટાઈનના નાગરિકો ઈઝરાયેલમાં અલગ અલગ પ્રકારના કામ કરતા હોવાનો અંદાજ છે. 

જોકે એવુ પણ કહેવાય છે કે, ઈઝરાયેલ દ્વારા ગાઝાના કર્મચારીઓને સારુ વેતન અપાતુ હતુ . જોકે સાત ઓક્ટોબરે હમાસે કરેલા હુમલા બાદ બધુ બદલાઈ ગયુ છે. હવે આ કર્મચારીઓને ગાઝા પાછા મોકલી દેવામાં આવ્યા છે. આમ યુધ્ધના કારણે તેમણે રોજગારી ગુમાવી છે. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *