બેંગલુરુ
ભારતની અગ્રણી ખાનગી ક્ષેત્રની જનરલ ઇન્શ્યોરન્સ કંપની આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડે નાસ્કોમ સાથે મળીને “ડિજિટલાઈઝિંગ ઈન્શ્યોરન્સ: ઈન્ડિયા એન્ડ-કન્ઝ્યુમર પરસ્પેક્ટિવ” નામનો એક રિસર્ચ રિપોર્ટ રજૂ કર્યો છે. ફ્યુચર ફોર્જ 2023ના પરિપ્રેક્ષ્યમાં શરૂ કરાયેલ, આ રિપોર્ટ ઇન્શ્યોરન્સ ઇકોસિસ્ટમમાં ટેક ઇન્ટિગ્રેશનને હાઇલાઇટ કરે છે જેમ કે વિશિષ્ટ ઇન્શ્યોરન્સ પ્રોડક્ટ બનાવવાથી લઈને ગ્રાહકોને તેમની પોલિસીઓ શોધવા, ખરીદવા અને તેનું સંચાલન કરવાની રીતો પૂરી પાડવી અને ભારતમાં ઇન્શ્યોરન્સના ભવિષ્યને આકાર આપી રહેલા ટ્રેન્ડ્સ અને પરિવર્તનો જાણવા.
એકંદર ઇન્શ્યોરન્સ માર્કેટ તરીકે ભારત 2018થી લગભગ વાર્ષિક ધોરણે 8.4%ના દરે વૃદ્ધિ પામ્યું છે જ્યારે તે જ સમય દરમિયાન વૈશ્વિક વૃદ્ધિ 2.4% રહી છે. નોન-લાઇફ ઇન્શ્યોરન્સ બિઝનેસ ઘણો ઝડપથી વિકસ્યો છે, જે 15%-20% વૃદ્ધિની વચ્ચે છે અને નાણાંકીય વર્ષ 2022માં લાઇફ ઇન્શ્યોરન્સ ક્ષેત્રને વટાવી ગયો છે. સેક્ટરના પ્રવેશમાં વધારો તેના ખાનગી ઇન્શ્યોરન્સ કંપનીઓના વધતા હિસ્સા સાથે નોંધપાત્ર રીતે સુમેળમાં છે. સેક્ટરમાં ટેક્નોલોજી રોકાણ પણ નોંધપાત્ર રીતે વધ્યું છે, જે ગ્રાહકોને સરળ એક્સેસ અને સસ્તા વિકલ્પો પૂરા પાડે છે.
આ રિપોર્ટ મુજબ, ભારતીય ઇન્શ્યોરટેક સ્ટાર્ટઅપ્સે 2018થી સફળતાપૂર્વક 2.6 બિલિયન ડોલરનું સામૂહિક ફંડિંગ મેળવ્યું છે, જેમાં અંદાજે 90% રોકાણો એન્ડ-ટુ-એન્ડ ઇન્શ્યોરટેક કંપનીઓને પ્રોત્સાહન આપે છે. આ નોંધપાત્ર ફંડિંગ મળવાના લીધે ભારતમાં વિવિધ નોન-લાઇફ ઇન્શ્યોરન્સ પ્રોડક્ટ્સની જાગૃતિમાં નોંધપાત્ર વધારો થયો છે. અહેવાલ મુજબ, ભારતના ઇન્શ્યોરટેક ડોમેનમાં 7માંથી 6 યુનિકોર્ન બીટુસી સેક્ટરને સમર્પિત છે, જે પ્રવેશના જટિલ અવરોધોનો સામનો કરે છે.
યુપીઆઈની સફળતાથી પ્રેરિત, ડિજિટલ ઈન્ડિયા મિશન અને ભારતના ટેક સ્ટેક અભિગમનું સ્ટાન્ડર્ડાઇઝેશન, આગામી 5-7 વર્ષમાં ઇન્શ્યોરન્સ માર્કેટને ઝડપી વૃદ્ધિમાં વધુ મદદ કરી શકે છે.
ભારતની ડિજિટલ ઇન્શ્યોરન્સ યાત્રા
અહેવાલ જણાવે છે કે વધતો જતો ડિજિટલ-ઉપયોગ, ડેટા ગોપનીયતા, માનવ માર્ગદર્શિકાની એક્સેસ અને વિશ્વસનીય ઓનલાઈન સેવાઓ નવા યુગના ટેક્નોલોજી સોલ્યુશન્સના ફાયદાઓ કરતાં ગ્રાહકો માટે સૌથી વધુ છે. આગળ જતાં, ડિજિટલ ઇન્શ્યોરન્સ સાથેની ઉપભોક્તાની પસંદગીઓ સમજવામાં સરળ, પારદર્શક, વિશ્વાસપાત્ર અને વ્યક્તિગત સેવાઓની આસપાસ કેન્દ્રિત હશે. વધુમાં, સેવાઓની 24*7 એક્સેસ, યુઝર-ફ્રેન્ડલી વેબ ઈન્ટરફેસ, મોબાઈલ સુલભતા અને સ્પર્ધાત્મક પ્રીમિયમ દરો ઇન્શ્યોરન્સ કંપનીઓનું ભાવિ નક્કી કરશે.
નાસ્કોમના સીનિયર વાઇસ પ્રેસિડેન્ટ અને ચીફ સ્ટ્રેટેજી ઓફિસર સંગીતા ગુપ્તાએ જણાવ્યું હતું કે, “ઇન્શ્યોરન્સ ઉદ્યોગ પરંપરાગત રીતે સામ-સામે બેસીને થતી વેચાણની વાતચીતો પર આધાર રાખે છે, પરંતુ ડિજિટલાઇઝેશનના આગમન સાથે, તે હાઇબ્રિડ મોડલ અભિગમમાં પરિવર્તિત થયું છે. મશીન લર્નિંગ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ઓટોમેશન અને ડેટા એનાલિટિક્સ જેવી અત્યાધુનિક ટેક્નોલોજીઓએ ઇન્શ્યોરન્સની કામગીરીના ડિજિટલ ટ્રાન્સફોર્મેશનમાં મહત્વની ભૂમિકા ભજવી છે.”
આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ ખાતે ચીફ ટેક્નોલોજી અને હેલ્થ યુડબ્લ્યુ એન્ડ ક્લેઈમ્સ ગિરીશ નાયકે જણાવ્યું હતું કે, “સમકાલીન ઇન્શ્યોરન્સ લેન્ડસ્કેપમાં, એઆઈ, એમએલ, ડેટા એનાલિટિક્સ અને ડિજિટલ જેવી અદ્યતન ટેક્નોલોજીનું સંકલન ઉદ્યોગની ગતિશીલતાને ગહન રીતે પુન: આકાર આપી રહ્યું છે. ઇન્શ્યોરન્સ કંપનીઓ માત્ર પોલિસી પ્રદાતાઓ અને દાવા ચુકવનાર તરીકેની તેમની પરંપરાગત ભૂમિકાઓ કરતાં આગળ વધી ગઈ છે. તેઓ ડેટા આધારિત ગ્રાહક પ્રવાસના આર્કિટેક્ટ અને રિસ્ક મેનેજમેન્ટ વ્યૂહરચનાના બિલ્ડર્સ તરીકે વિકસિત થઈ છે. આ પરિવર્તનશીલ તકનીકો ઇન્શ્યોરન્સ કંપનીઓને વ્યક્તિગત જરૂરિયાતોને અનુરૂપ પોલિસીઓ ઓફર કરવા માટે સશક્ત બનાવે છે, દાવાઓની પ્રક્રિયાને અભૂતપૂર્વ કાર્યક્ષમતા સાથે ઝડપી બનાવે છે અને ગ્રાહક વર્તણૂકમાં અમૂલ્ય આંતરદ્રષ્ટિ મેળવે છે. આ ડિજિટલ-સંચાલિત ઉત્ક્રાંતિમાં, આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ એક અગ્રણી વીમા કંપની તરીકે, માત્ર જોખમો ઘટાડતી જ નથી, પણ તકોને પણ સ્વીકારે છે, જ્યાં ડેટા અને ગ્રાહક-કેન્દ્રિતતા સર્વોપરી છે. જેમ જેમ ઉદ્યોગ ડિજિટલાઈઝેશનના આ યુગમાં આગળ વધે છે, ગ્રાહકો સાથે જીવનભરના સંબંધો બનાવવા, તેમના જીવનને વધારવા અને સુરક્ષિત કરવા અને વધુ સુરક્ષિત અને જોડાયેલ વિશ્વમાં યોગદાન આપવું ખૂબ જરૂરી બની ગયું છે.”