બાઉન્ડ્રી કાઉન્ટનો નિયમ રદ, હવે સુપર ઓવર ટાઈ થાય તો પણ જ્યાં સુધી નિર્ણય ન આવે તો પણ સુપર ઓવરથી જ નિર્ણય લેવાશે

નવી દિલ્હી
ભારતની યજમાની હેઠળ રમાઈ રહેલ આઈસીસી વન-ડે વર્લ્ડકપ-2023ની રોમાંચક મુકાબલાઓ સાથે સેમીફાઈનલમાં એન્ટ્રી થઈ ગઈ છે. પ્રથમ સેમિફાઈનલ ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે 15મી નવેમ્બરે રમાવાની છે, જ્યારે બીજી સેમિફાઈનલ ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકા વચ્ચે 16મી નવેમ્બરે રમાવાની છે. પ્રથમ સેમિફાઈનલ વાનખેડે સ્ટેડિયમમાં જ્યારે બીજી સેમિફાઈનલ ઈડન ગાર્ડનમાં રમાશે. ત્યારબાદ બંને સેમિફાઈનલોમાંથી એક-એક ટીમ ફાઈનલમાં પહોંચશે અને ફાઈનલ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 19મી નવેમ્બરે રમાશે, ત્યારે આ ત્રણેય મેચો પહેલા ક્રિકેટ ફેન્સોએ એ જાણવું જરૂરી છે કે, સેમિફાઈનલ-ફાઈનલ મેચ ટાઈ થઈ તો શું થશે ? જો તમે જુનો નિયમ ‘બાઉન્ડ્રી કાઉન્ટ’ને હજુ પણ યાદ રાખીને બેઠા હોવ, તો તે ભુલી જજો… કારણ કે આ વિવાદીત નિયમ આ વર્લ્ડકપમાં નથી.
વર્લ્ડકપ-2023માં ક્રિકેટ પ્રેમીઓને એક વાતનો અફસોસ કરી રહ્યા છે કે, તેમને અત્યાર સુધીમાં એકપણ મેચ ટાઈ જોવા મળી નથી અને સુપર ઓવરનો રોમાંચ પણ જોવા મળ્યો નથી. ત્યારે અહીં અમે ફાઈનલ-સેમિફાઈનલ મેચ ટાઈ થઈ તો શું થશે ? તે અંગે માહિતી આપી રહ્યા છીએ. જો તમે જુનો નિયમ ‘બાઉન્ડ્રી કાઉન્ટ’ને હજુ પણ યાદ રાખીને બેઠા હોવ, તો તે ભુલી જજો… કારણ કે આ વિવાદીય નિયમ આ વર્લ્ડકપમાં નથી. આ વખતે ક્રિકેટ ફેન્સોને મેચ ટાઈ થયા બાદ સુપર ઓવર પણ ટાઈ થાય તો ગત વખતની જેમ બાઉન્ડ્રી કાઉન્ટ જેવો વિવાદીત નિયમ જોવા નહીં મળે.
વર્લ્ડકપ-2019માં ઈંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ વચ્ચે ફાઈનલ મેચ રમાઈ હતી, જેમાં હાઈવોન્ટેજ ડ્રામા જોવા મળ્યો હતો. ફાઈનલમાં ઈગ્લેન્ડને બ્રાઉન્ડ્રી કાઉન્ટના કારણે વિજય થયો હતો, ત્યારબાદ આ નિયમને લઈ ઘણો વિવાદ થયો… ફાઈનલમાં મેચ ટાઈ થયા બાદ સુપર ઓવર પણ ટાઈ થઈ થઈ, ત્યારબાદ બીજી વખત સુપર ઓવર નાખવામાં આવી અને તે પણ ટાઈ થઈ ગઈ… આ ત્રણેય વખત મેચનું પરિણામ સામે ન આવ્યું ત્યારે ‘બાઉન્ડ્રી કાઉન્ટ’નો નિયમ લવાયો અને નિયમ મુજબ ઈંગ્લેન્ડનો વિજય થયો… મેચ ટાઈ બાદ સુપરઓવર ટાઈ અને ત્યારબાદ બીજી સુપરઓવર પણ ટાઈ… આ ઘટના જોઈ ક્રિકેટ રસીયાઓનો રોમાંચ બમણો થઈ ગયો, જોકે વિવાદના કારણે અંતે ઓક્ટોબર-2019માં ‘બાઉન્ડ્રી કાઉન્ટ’ના નિયમને અલવિદા કહી દેવામાં આવ્યું.
ત્યારે આ વર્લ્ડકપમાં ફાઈનલ મુકાબલો અને સુપર ઓવર ટાઈ થશે તો બાઉન્ડ્રી કાઉન્ટ નિયમ લાગુ પડશે નહીં. આવી સ્થિતિમાં સૌ ક્રિકેટ રસીયાઓના મનમાં સવાલ થતો હશે કે, જો ગત ફાઈનલની જેમ આ વખતે પણ તેવી સ્થિતિ સર્જાઈ તેમજ ફાઈનલ મેચ અને સુપર ઓવર પણ ટાઈ થાય તો શું થશે ? વિજેતા કેવી રીતે જાહેર કરાશે ? તો જાણીએ આવી સ્થિતિમાં કંઈ જીતશે ટીમ…
ક્રિકેટ રસીઓને જણાવી દઈએ કે, જો વર્લ્ડકપની સેમીફાઈનલ અથવા ફાઈનલ મેચ ટાઈ થશે, તો તેમાં સુપર ઓવર રમાડાશે. જો સુપર ઓવર પણ ટાઈ થશે તો ફરી સુપર ઓવર રમાડાશે… જ્યાં સુધી કોઈ એક ટીમ વિજેતા જાહેર ન થાય ત્યાં સુધી સુપર ઓવર રમાડવામાં આવશે. જો આ વખતે નોકઆઉટ સ્ટેજમાં કોઈ મેચ ટાઈ થશે, તો ક્રિકેટ ચાહકોને બેવડો રોમાંચ જોવા મળશે.