એસ. જયશંકરે લંડનમાં દિવાળીની ઉજવણી કરી

Spread the love

જયશંકર યુકેના ભારતીય મૂળના વડા પ્રધાન ઋષિ સુનકને પણ મળ્યા હતા અને બંને વચ્ચે વિવિધ મુદ્દાઓ પર ચર્ચા થઈ

લંડન

ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકર દિવાળીના અવસર પર યુનાઇટેડ કિંગડમની મુલાકાતે હતા. અહીં એસ. જયશંકરે લંડનમાં બીએપીએસ શ્રી સ્વામિનારાયણ મંદિરમાં પ્રાર્થના કરીને દિવાળીની ઉજવણી કરી હતી. જયશંકર યુકેના ભારતીય મૂળના વડા પ્રધાન ઋષિ સુનકને પણ મળ્યા હતા અને બંને વચ્ચે વિવિધ મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી.

એસ જયશંકરની મુલાકાત બાદ ખબર પડી કે યુકેના વડા પ્રધાન ઋષિ સુનક પણ ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીના ફેન છે. બંને નેતાઓની મુલાકાત દરમિયાન વિદેશ મંત્રી એસ. જયશંકરે વિરાટ કોહલીનું બેટ ઋષિ સુનકને ભેટમાં આપ્યું હતું, જેના પર ક્રિકેટરની સહી પણ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *