નેતન્યાહૂના પત્નીએ બ્રિટીશ પીએમના પત્નીને બંધકોને છોડવા પત્ર લખ્યો

Spread the love

પત્રમાં સારાએ લખ્યુ છે કે, હત્યારાઓની વચ્ચે માતા બનેલી આ મહિલાની  મનોસ્થિતિ કેવી હશે તે તમે સમજી શકાય એમ છે

તેલ અવીવ

હમાસ પાસેથી પોતાના બંધકોને છોડાવવા માટે ઈઝરાયેલની સેના આકાશ પાતાળ એક કરી રહી છે અને આ બધાની વચ્ચે ઈઝાયેલના પીએમ બેન્જામિન નેતાન્યાહૂના પત્ની સારા નેતાન્યાહૂએ બ્રિટિશ પીએમ ઋષિ સુનકના પત્ની અક્ષતા મૂર્તિને લખેલો પત્ર વાયરલ થઈ રહ્યો છે.

આ પત્રમાં સારાએ લખ્યુ છે કે, હમાસની કેદમાં રહેલી એક ઈઝરાયેલી મહિલાએ બાળખને જન્મ આપ્યો છે.હત્યારાઓની વચ્ચે માતા બનેલી આ મહિલાની  મનોસ્થિતિ કેવી હશે તે તમે સમજી શકો છે.

તેમણે અક્ષતાને લખેલા પત્રમાં ઉલ્લેખ કર્યો છે કે, હમાસની કેદમાં 32 બાળકો પણ છે અને તેમાંનુ એક બાળક તો માત્ર 10 મહિનાનુ છે.આ બાળક હજી ચાલવાનુ નથી શીખ્યુ અને તેનુ અપહરણ થઈ ગયુ છે.

સારા નેતન્યાહૂએ અક્ષતા મૂર્તિની સાથે સાથે અમેરિકન રાષ્ટ્રપતિ બાઈડનના પત્ની જિલ બાઈડન તેમજ ફ્રાંસના રાષ્ટ્રપતિ મેક્રોનના પત્ની બ્રેજેટી મેક્રોનને પણ મોકલ્યો છે અને્ અપીલ કરી છે કે, તમામ દેશ ભેગા મળીને બંધકોને વગર કોઈ શરતે છોડવા માટે માંગ કરે.

સારાએ પત્રમાં લખ્યા પ્રમાણે જેમને બંધક બનાવાયા છે તે ઈઝરાયેલી બાળકોમાં માત્ર અપહરણ થવાનુ જ નહીં પણ તેમની આંખોની સામે તેમના પરિવારજનોની બર્બરતાથી હત્યા કરવાનો ડર પણ છે.આ બાળકો માટે આ બધુ જોવુ કેટલુ દર્દનાક હશે તેની તો માત્ર આપણે કલ્પના જ કરી શકીએ તેમ છે.મે આ પત્ર એક માતા હોવાના નાતે લખ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *