લોઅર પરેલ બ્રિજનું ઉદ્ઘાટન મામલે સુનીલ શિંદે અને સચિન આહિર વિરુદ્ધ પણ એફઆઈઆર નોંધવામાં આવી

મુંબઈ
મહારાષ્ટ્રમાંથી મોટા સમાચાર આવી રહ્યા છે જેમાં પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના પુત્ર આદિત્ય ઠાકરે વિરુદ્ધ એફઆઈઆર નોંધવામાં આવી છે. આ એફઆઈઆર મુંબઈના એનએમ જોશી પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી છે. આદિત્ય ઠાકરે પર આરોપ છે કે તેણે પરવાનગી વિના લોઅર પરેલ બ્રિજનું ઉદ્ઘાટન કર્યું હતું. આ ઉપરાંત સુનીલ શિંદે અને સચિન આહિર વિરુદ્ધ પણ એફઆઈઆર નોંધવામાં આવી છે.
મુંબઈ પોલીસે ઉદ્ધવ ઠાકરે જૂથના ત્રણ નેતાઓ આદિત્ય ઠાકરે, સુનીલ શિંદે અને સચિન આહિર વિરુદ્ધ એફઆઈઆર નોંધવામાં આવી છે. ત્રણેય નેતાઓ વિરુદ્ધ મુંબઈના એનએમ જોશી પોલીસ સ્ટેશનમાં આઈપીસીની કલમ 143, 149, 326 અને 447 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ કેસ દિલાઈ રોડ બ્રિજ લેનના ઉદ્ઘાટનના સંબંધમાં નોંધવામાં આવ્યો છે. બીએમસીએ પોતાની ફરિયાદમાં કહ્યું છે કે આદિત્ય ઠાકરેએ પરવાનગી વિના લોઅર પરેલ બ્રિજનું ઉદ્ઘાટન કર્યું હતું. આ ઘટના 16 નવેમ્બરે બની હતી જ્યારે પૂર્વ મુખ્યમંત્રીના પુત્ર પાર્ટીના નેતાઓ સાથે બ્રિજના ઉદ્ઘાટનમાં પહોંચ્યા હતા. એક દિવસ બાદં 17 નવેમ્બરે, માહિતી મળ્યા પછી બીએમસીએ મુંબઈના એનએમ જોશી પોલીસ સ્ટેશનમાં તેની વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે બીએમસીની ફરિયાદ પર એફઆઈઆર નોંધી છે. બીએમસીના અધિકારીઓ 11 વાગ્યાથી સવારે 4 વાગ્યા સુધી પોલીસ સ્ટેશનમાં હાજર રહ્યા હતા.