આઈસીસીની પ્લેઇંગ ઈલેવનનો કેપ્ટન રોહિત શર્મા, પાકિસ્તાનની ટીમના એકપણ ખેલાડીને પ્લેઇંગ ઈલેવનમાં સ્થાન ન મળ્યું

દુબઈ
આઈસીસીએ વન-ડે વર્લ્ડ કપ 2023 માટે પોતાના પ્લેઇંગ ઈલેવનની જાહેરાત કરી દીધી છે. આશરે દોઢ મહિના ચાલેલા આ મેગા ટુર્નામેન્ટમાં દમદાર પ્રદર્શનના આધારે આઈસીસીએ તેના પ્લેઇંગ ઇએલવનમાં 6 ભારતીય ખેલાડીઓને સ્થાન આપ્યો છે. આઈસીસીની આ પ્લેઇંગ ઈલેવનનો કેપ્ટન રોહિત શર્મા છે.
આઈસીસીએ વન-ડે વર્લ્ડ કપ2023 માટે જે પ્લેઇંગ ઈલેવનની જાહેરાત કરી છે તેમાં સૌથી વધુ ચોંકાવનાર વાત તો એ છે કે વન-ડે વર્લ્ડ કપ2023ની ટ્રોફી જીતનાર ટીમ ઓસ્ટ્રેલિયાના કેપ્ટનને આઈસીસીએ તેના પ્લેઇંગ ઈલેવનમાં સામેલ નથી કર્યો. ઓસ્ટ્રેલિયાના કેપ્ટન પેટ કમિન્સને આઈસીસીએ તેના પ્લેઇંગઈલેવનમાંથી બહાર કરી દીધો છે. આ ઉપરાંત પાકિસ્તાન ટીમના એકપણ ખેલાડીને પ્લેઇંગ ઈલેવનમાં સ્થાન નથી મળ્યું.
રોહિત શર્મા ઉપરાંત બાકીના 5 ભારતીય ખેલાડીઓમાં વિરાટ કોહલી, કે.એલ રાહુલ, રવિન્દ્ર જાડેજા, જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ શમી સામેલ છે. જયારે 12માં પ્લેયર તરીકે સાઉથ આફ્રિકાના ફાસ્ટ બોલર ગેરાલ્ડ કોએત્ઝીને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.
રોહિત શર્મા (સુકાની), ક્વિન્ટન ડી કોક, વિરાટ કોહલી, ડેરેલ મિચેલ, કે.એલ રાહુલ, ગ્લેન મેક્સવેલ, રવિન્દ્ર જાડેજા, જસપ્રીત બુમરાહ, દિલશાન મદુશંકા, એડમ ઝમ્પા, મોહમ્મદ શમી