ઇઝરાયેલ સાથે જોડાયેલા ભારત આવતા જહાજને હાઇજેક કર્યાનો હુતીનો દાવો

Spread the love

તેહરાનના સાથી હુતીએ પણ તાજેતરમાં ગાઝા પટ્ટીમાં લડતા પેલેસ્ટિનિયન હમાસ આતંકવાદીઓ સાથે એકતામાં ઇઝરાયેલ પર હુમલો કર્યો હતો

જેરૂસલેમ

હુતીઓએ એક નિવેદન જારી કરીને કહ્યું કે તેઓએ સમુદ્રમાં ઇઝરાયેલનું એક જહાજ કબજે કર્યું છે. જૂથના પ્રવક્તાએ કહ્યું કે અમે જહાજના ક્રૂ સાથે ઇસ્લામિક સિદ્ધાંતો અને મૂલ્યો અનુસાર વ્યવહાર કરી રહ્યા છીએ. તેહરાનના સાથી હુતીએ પણ તાજેતરમાં ગાઝા પટ્ટીમાં લડતા પેલેસ્ટિનિયન હમાસ આતંકવાદીઓ સાથે એકતામાં ઇઝરાયેલ પર હુમલો કર્યો હતો.

ઇઝરાયેલ-હમાસ યુદ્ધ ઝડપથી વધી રહ્યું છે. ઈઝરાયેલની સેના હવે ગાઝામાં ઘૂસીને હમાસના આતંકવાદીઓને ખતમ કરી રહી છે. દરમિયાન , યમનના હુથી બળવાખોરોએ દક્ષિણ લાલ સમુદ્રમાં ભારત આવતા જહાજનું અપહરણ કર્યું છે, અને તે ઇઝરાયલી હોવાનો દાવો કર્યો છે.

બીજી તરફ ઈઝરાયેલે રવિવારે કહ્યું કે આ જહાજ આપણું નથી અને તે બ્રિટિશ માલિકીનું અને જાપાનીઝ સંચાલિત કાર્ગો જહાજ છે. ઈઝરાયેલે આ ઘટનાને ઈરાની આતંકવાદનું કૃત્ય ગણાવીને તેને આંતરરાષ્ટ્રીય દરિયાઈ સુરક્ષા માટે ખતરો ગણાવ્યો હતો. 

બીજી તરફ, હુતીએ એક નિવેદન જારી કરીને કહ્યું છે કે તેણે સમુદ્રમાં ઇઝરાયેલના જહાજને જપ્ત કર્યું છે. જૂથના પ્રવક્તાએ કહ્યું કે અમે જહાજના ક્રૂ સાથે ઇસ્લામિક સિદ્ધાંતો અને મૂલ્યો અનુસાર વ્યવહાર કરી રહ્યા છીએ.

તમને જણાવી દઈએ કે તેહરાનના સહયોગી હુતીએ તાજેતરમાં જ ગાઝા પટ્ટીમાં લડી રહેલા પેલેસ્ટિનિયન હમાસ આતંકવાદીઓ સાથે એકતા દર્શાવવા માટે ઈઝરાયેલ પર લાંબા અંતરની મિસાઈલ અને ડ્રોન હુમલા કર્યા હતા. 

અગાઉ રવિવારે, હુતીઓએ કહ્યું હતું કે ઇઝરાયેલી કંપનીઓની માલિકીના અથવા સંચાલિત તમામ જહાજો અથવા ઇઝરાયેલનો ધ્વજ લહેરાવતા તમામ જહાજોને નિશાન બનાવી શકાય છે.

ગયા અઠવાડિયે , હુથી નેતૃત્વએ કહ્યું હતું કે તેમના દળો ઇઝરાયેલ પર વધુ હુમલા કરશે અને તેઓ લાલ સમુદ્રમાં ઇઝરાયેલી જહાજોને નિશાન બનાવી શકે છે. એક સંરક્ષણ અધિકારીએ જણાવ્યું કે અમેરિકા સ્થિતિ પર નજર રાખી રહ્યું છે. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *