ટાઈકોન ગોલ્ફ ચેમ્પિયનશિપમાં મોનેશ મશરૂવાલા અને કૃષ્ણ બજાજનો વિજય માટે સંઘર્ષ

Spread the love

અમદાવાદ : 

જેની ખૂબ આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી હતી તે ટાઈકોન ગોલ્ફ ચેમ્પિયનશિપ અમદાવાદ 2023નો ગુરૂવારે ગ્લેડ વન,સાણંદ ખાતે  રોમાંચક પ્રારંભ થયો છે. TiE, અમદાવાદના ઉત્સાહી ખેલાડીઓ તેમાં સામેલ થયા છે. જુસ્સાભર્યા અને સ્પર્ધાત્મક વાતાવરણમાં કેલાડીઓએ પોતાનુ કૌશલ્ય પ્રદર્શિત કર્યુ હતું.

ગોલ્ફર્સને બે કેટેગરીમાં વહેંચી દેવામાં આવ્યા હતા.0 થી 17 હેન્ડીકેપ કેટેગરીમાં મોનેશ મશરૂવાલા વિજેતા બન્યા હતા. પારસ અધુકીયાને રનર્સ-અપ તરીકેનુ સ્થાન પ્રાપ્ત થયુ હતું. 18થી 28 હેન્ડીકેપ કેટેગરીમાં કૃષ્ણ બજાજ ટેચના સ્થાને રહ્યા હતા જ્યારે નિરવ ગવરવાલા રનર્સઅપ બન્યા હતા.

TiE, અમદાવાદના પ્રેસિડેન્ટ શ્રી જતિન ત્રિવેદી જણાવે છે કે “ટાઈકોન ગેલ્ડ ચેમ્પિયનશિપમાં સામેલ થવા બદલ અમે તમામ ગોલ્ફર્સના આભારી છીએ. સ્પર્ધકોએ ટુર્નામેન્ટને ઉત્સાહપૂર્વક પ્રતિભાવ આપ્યો હતો. અમને વિશ્વાસ છે કે સ્પર્ધકોનો ઉત્સાહ ટાઈકોન ,અમદાવાદ 2023ને ભવ્યસફળતા અપાવશે.”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *