• ઊર્જા કાર્યક્ષમતા, સ્થિતિસ્થાપક ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને રિન્યુએબલ ક્ષેત્રો સૌથી વધુ રોકાણ આકર્ષવા માટે તૈયાર
• ભારતમાં 96% રોકાણકારો ક્લાઇમેટ ઇન્વેસ્ટિંગમાં રસ ધરાવે છે, જે સર્વે કરાયેલા બજારોમાં સૌથી વધુ છે
• હકારાત્મક અસર અને વ્યક્તિગત મૂલ્યો એ રોકાણકારો માટે ટોચની પ્રેરણા છે
સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડનો તાજેતરનો સસ્ટેનેબલ બેંકિંગ રિપોર્ટ 2023 જણાવે છે કે 2030 સુધીમાં રિટેલ રોકાણકારોની 543 અબજ યુએસ ડોલરની મૂડી ભારતમાં ક્લાઇમેટ ઇન્વેસ્ટમેન્ટ તરફ એકત્ર કરી શકાય છે. સમગ્ર એશિયા, આફ્રિકા તથા મીડલ ઇસ્ટના 10 ગ્રોથ માર્કેટ્સમાં 1,800 ઉત્તરદાતાઓના સર્વેક્ષણમાંથી રોકાણકારોના રસ પર આધારિત આ સંશોધન ક્લાઇમેટ ઇન્વેસ્ટિંગ માટે 3.4 ટ્રિલિયન યુએસ ડોલરની વૈશ્વિક સંભાવનાને ઓળખે છે, જે આબોહવા પરિવર્તન સામે લડવા માટે લોકોની શક્તિ દર્શાવે છે.