રિલાયન્સ રિટેલ અમદાવાદમાં લોંચ કરે છે પોતાની પ્રિમિયમ ફેશન અને લાઈફસ્ટાઈલ બ્રાન્ડ, અઝોર્ટનો 10મો સ્ટોર

Spread the love

વિનસ ગ્રાઉન્ડ સ્થિત અઝોર્ટ સ્ટોર અત્યાધુનિક આંતરરાષ્ટ્રીય ફેશન અને ટેકનોલોજીથી સુસજ્જ સીમલેસ ગ્રાહક અનુભવ પૂરો પાડશે

અમદાવાદ

ભારતના સૌથી મોટા રિટેલર, રિલાયન્સ રિટેલે પોતાની પ્રિમિયમ ફેશન એન્ડ લાઈફસ્ટાઈલ બ્રાન્ડ, અઝોર્ટના દસમા સ્ટોરના શુભારંભની ઘોષણા કરી છે. અમદાવાદના નહેરુનગર ખાતે વિનસ ગ્રાઉન્ડ્સ સ્થિત સ્ટ્રેટમ બિલ્ડીંગ સ્થિત આ સ્ટોરનું ઉદ્ઘાટન રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ડાયરેક્ટર- કોર્પોરેટ અફેર્સ, શ્રી પરિમલ નથવાણી અને અઝોર્ટના વાઇસ પ્રેસિડેન્ટ અને બિઝનેસ હેડ શ્રી રાકેશ જલીપલ્લી દ્વારા કરવામાં આવ્યું હતું.

આશરે 21,000 ચોરસ ફીટના રિટેલ સ્પેસમાં ફેલાયેલા આ સ્ટોરમાં તમામ વર્ગના ઉપભોક્તાઓને આંતરરાષ્ટ્રીય અને સમકાલીન ભારતીય ફેશન ટ્રેન્ડ્સને ફોલો કરવાની તક મળશે. આ સાથે શોપિંગની એક અલગ અનુભૂતિનો તેઓને અહેસાસ થશે. અદ્યતન રિટેલ ટેકનોલોજીયુક્ત આ સ્માર્ટ અઝોર્ટ સ્ટોર્સ ગ્લોબલ અને ડોમેસ્ટિક ફેશનના શ્રેષ્ઠતમ ટ્રેન્ડ્સને પ્રદર્શિત કરશે. તેમાં ફૂટવેર, ફેશન એસેસરીઝ તથા બીજી ઘણી રેન્જમાં અનોખી સ્ટાઈલ જોવા મળશે.

શોપર્સને કેન્દ્ર સ્થાને રાખીને અઝોર્ટ સ્ટોરની ડિઝાઈન બનાવાઈ છે. અહીં શોપર્સ પોતાની મનપસંદ પ્રોડક્ટને શોધવાથી માંડીને ચેકઆઉટ સુધી સીમલેસ સફર કરી શકશે. અઝોર્ટ સ્ટોર ફોર્મેટમાં મોબાઈલ ચેકઆઉટ, સ્માર્ટ ટ્રાયલ રૂમ્સ, ફેશન ડિસ્કવરી સ્ટેશન્સ તથા સેલ્ફ ચેકઆઉટ કિઓસ્ક સહિતના સંખ્યાબંધ ટેક-એનેબલ્ડ ફીચર્સ જોવા મળશે.

આ સ્ટોર્સમાં સંખ્યાબંધ RFID-એનેબલ્ડ ઈન્ટરએક્ટિવ સ્ક્રીન્સ સ્ક્રીન્સ ગોઠવાયા છે જે વર્ચ્યુઅલ સ્ટાયલિંગ આસિસ્ટન્ટ્સની ગરજ સારશે. અહીં સ્માર્ટ ફિટિંગ રૂમ્સની સુવિધા તો છે જ, સાથે શોપર્સ માત્ર એક બટન દબાવીને વધારાની સાઈઝ તથા અન્ય પ્રોડક્ટ્સ માટે વિનંતી કરી શકશે. આ ઉપરાંત, હવે કાઉન્ટર્સમાં લાંબી કતારમાં ઊભા રહેવાને બદલે કસ્ટમર્સ સેલ્ફ-ચેકઆઉટ્સની પણ પસંદગી કરી શકે છે.

સ્માર્ટ સ્ટોર્સના ઈન-સ્ટોર ફેશન કન્સલ્ટન્ટ્સ શોપર્સના આનંદને હ્યુમન ટચ આપીને બેવડાવી દેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *