Sunfeast YiPPee! પોતાના મસાલા નૂડલ્સ પોર્ટફોલિયોને વિસ્તાર્યું, નવા વૈવિધ્ય સભર WOW મસાલા રજૂ કર્યા

Spread the love

નવું વૈવિધ્ય માત્ર રૂ. 10ની (50 ગ્રા.) આકર્ષક કિંમતે મસાલેદાર ફ્લૅવરનું વચન આપે છે

ITCની અગ્રણી ઈન્સ્ટન્ટ નૂડલ્સ અને પાસ્તા બાન્ડSunfeast YiPPee!એએક નવું વૈવિધ્ય રજૂ કર્યું છે – YiPPee! WOW મસાલા નૂડલ્સ. આ નવી રજૂઆત સાથે તેમણે પોતાની ઉત્પાદન શ્રેણીને વિસ્તારી છે. આ નવી સ્વાદિષ્ટ ભેટ ગ્રાહકોની સ્વાદેન્દ્રિયો માટે મસાલાની ફ્લૅવરનો પંચ લાવવાનું વચન આપે છે, એ પણ પૅક દીઠ માત્ર રૂ. 10માં (50 ગ્રા.).

YiPPee!ને એ વાત સમજાઈ કે ગ્રાહકો સગવડભરી કિમતે સારી ગુણવત્તાના મસાલેદાર નૂડલ્સની શોધમાં છે. દેશભરમાં સૌથી લોકપ્રિય નૂડલ્સ બ્રાન્ડ્સમાંથી એક હોવાથી, લોકોની જરૂરિયાતોને પહોંચી વળવા માટે YiPPee! WOWમસાલા બનાવ્યું છે. આ નવી ભેટ YiPPee! WOW મસાલા પૅક દીઠ રૂ. 10ના (50 ગ્રા.) સ્પર્ધાત્મક દરે મસાલેદાર અને સ્વાદિષ્ટ હોવાનું વચન આપે છે.

આ લૉન્ચ વિશે વાત કરતા ITC Foodsના વીપી અને હૅડ ઑફ માર્કેટિંગ, સ્નેક્સ, નૂડલ્સ ઍન્ડ પાસ્તા શ્રી. સુરેશ ચંદ જણાવે છે કે, અમારી અગ્રણી મસાલા મૅજિક વૅરિઅન્ટ લૉન્ચથી જ અમારૂં ચાવીરૂપ વૃદ્ધિ વાહક તરીકે આગળ રહ્યું છે. જો કે, YiPPee! WOW મસાલા સાથે અમે ગ્રાહકોને ઈન્સ્ટન્ટ નૂડલ્સની અલગ પ્રકારની અને સ્વાદિષ્ટ ફ્લૅવરથી સંતુષ્ટ કરવા માગીએ છીએ. અમને આત્મવિશ્વાસ છે કે આ મસાલેદાર નૂડલ્સની ગ્રાહકો સરાહના કરશે તથા તેનો આનંદ લેશે.

YiPPee! WOWમસાલા ભારતના અનેક બજારોમાં ઉપલબ્ધ છે, જેમાં મહારાષ્ટ્ર, દિલ્હી, ઉત્તર પ્રદેશ, હરિયાણા, પશ્ચિમ બંગાળ, રાજસ્થાન, કર્ણાટક, આસામ, ગુજરાત, મધ્ય પ્રદેશ, બિહાર, ઝારખંડ અને છત્તીસગઢના રિટેલ સ્ટોર્સનો સમાવેશ થાય છે અને ટૂંક સમયમાં જ તે ઈ-કૉમર્સ અને ક્વિક-કૉમર્સ પ્લેટફૉર્મ્સ પર પણ ઉપલબ્ધ થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *