તિબેટ-ચીનના સમાધાન માટેના યુએસના પ્રયાસના બિલને મંજૂરી

Spread the love

આ બિલ ગયા વર્ષે સંસદીય સમિતિના સભ્યો મેકગવર્ન, મેકકોલ, તેમજ સેનેટર્સ મર્કલે અને યંગ દ્વારા રજૂ કરાયેલા કાયદાનું અપડેટ વર્ઝન છે

વોશિંગ્ટન

સંસદીય સમિતિએ લાંબા સમયથી ચાલતા તિબેટ-ચીન વિવાદને ઉકેલવાનો નિર્યણ લીધો છે. આ સમિતિએ દલાઈલામાના દૂતો સાથે વાતચીત કરીને ચીન પર દબાણ કરવાના અમેરિકાના પ્રયત્નોને મજબુત કરતા બિલને મંજુરી આપી છે.

હાઉસ ફોરેન અફેર્સ કમિટીએ સર્વસંમતિથી બિલ પાસ કર્યું. જેમાં ચીનનો દાવો છે કે તિબેટ પ્રાચીન સમયથી ચીનનો હિસ્સો છે તે પણ ખોટો હોવાનું કહેવાય છે. હાઉસ ફોરેન અફેર્સ કમિટીના ચેરમેન માઈકલ મેકકોલે કહ્યું કે આ બિલ ચાઈનીઝ કમ્યુનિસ્ટ પાર્ટી (સીસીપી) અને તિબેટના લોકતાંત્રિક રીતે ચૂંટાયેલા નેતાઓ વચ્ચે વાતચીતની જરૂરિયાત પર ભાર મૂકે છે. કોઈપણ મુદ્દાની વાત આવે ત્યારે તિબેટીયન લોકોની વાત પણ સાંભળવી જોઈએ.

આ બિલ ગયા વર્ષે સંસદીય સમિતિના સભ્યો જીમ મેકગવર્ન, માઈકલ મેકકોલ, તેમજ સેનેટર્સ જેફ મર્કલે અને ટોડ યંગ દ્વારા રજૂ કરાયેલ કાયદાનું અપડેટ વર્ઝન છે. 2010થી અટકેલી વાટાઘાટો ફરી એકવાર શરૂ થવાની આશા છે. આ બિલ ચીનની સરકાર પર દલાઈ લામાના દૂત અથવા તિબેટીયન લોકોના લોકતાંત્રિક રીતે ચૂંટાયેલા નેતાઓ સાથે ફરી વાટાઘાટો શરૂ કરવા દબાણ કરશે.

અમેરિકામાં ભારતના રાજદૂત તરનજીત સિંહ સંધુએ ગૃહની વિદેશી બાબતોની સમિતિના અધ્યક્ષ માઈક રોજર્સ સાથે મુલાકાત કરી. જેમાં તેમણે સંરક્ષણ અને વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રો સહિત ભારત-યુએસ દ્વિપક્ષીય વ્યૂહાત્મક ભાગીદારી અંગે ચર્ચા કરી હતી. આ વર્ષે ભારત-યુએસ સંરક્ષણ સહયોગમાં જહાજની મરામત, જેટ એન્જિન ઉત્પાદન, સંરક્ષણ ઔદ્યોગિક રોડમેપ અને નેશનલ ડિફેન્સ ઓથોરાઇઝેશન બિલમાં સકારાત્મક પ્રગતિ જોવા મળી હતી.

Loading

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *