વનડે વર્લ્ડ કપ 2023માં બાવુમાએ સાથી ક્વિન્ટન ડી કોક સાથે મળીને ઓપનિંગની જવાબદારી સંભાળી પણ ટીમને ધારી સફળતા અપાવી શક્યો નહતો

ડરબન
ભારતીય ક્રિકેટ ટીમ સાઉથ આફ્રિકાના પ્રવાસે જવાની છે, જ્યાં તે ટી20, ODI અને ટેસ્ટ સિરીઝ રમશે. આજે સાઉથ આફ્રિકાએ ત્રણેય ફોર્મેટ માટે પોતાની ટીમ જાહેર કરી છે. વનડે ફોર્મેટના સ્ક્વોડમાં વનડે વર્લ્ડ કપ 2023માં સાઉથ આફ્રિકાની કેપ્ટનશીપ કરનાર ટેમ્બા બાવુમાને ટીમમાં સામેલ કરવામાં આવ્યો નથી. જો કે ટેસ્ટ ફોર્મેટમાં તેને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે અને તેને કેપ્ટનશીપ પણ સોપવામાં આવી છે.
ટેમ્બા બાવુમા એક ઓપનર બેટ્સમેન છે અને તેણે વનડે વર્લ્ડ કપ 2023માં તેના સાથી ક્વિન્ટન ડી કોક સાથે મળીને ઓપનિંગની જવાબદારી સંભાળી હતી. પરંતુ તે આ જવાબદારી એકપણ મેચમાં નિભાવી શક્યો ન હતો. કદાચ આ જ કારણ છે કે સાઉથ આફ્રિકાના ટીમ મેનેજમેન્ટે વર્લ્ડકપ બાદ યોજાનારી પ્રથમ વનડે સિરીઝમાં બાવુમાને વનડે ટીમમાંથી બહાર કરી દીધો છે. આ ઉપરાંત તેને ટી20 ટીમમાં પણ સ્થાન મળ્યું નથી.
ભારતના સાઉથ આફ્રિકા પ્રવાસની શરૂઆત ટી20 સિરીઝથી થશે. જેની પ્રથમ મેચ 10 ડિસેમ્બરે ડરબનમાં રમાશે. સાઉથ આફ્રિકાએ તેની ટી20 ટીમ પણ જાહેર કરી છે. આ ટીમમાં નવા અને જુના એમ બંને ખેલાડીઓને સામેલ કરવામાં આવ્યા છે. ભારત સામે રમાનાર વનડે અને ટી20 સિરીઝમાં સાઉથ આફ્રિકાની કેપ્ટનશીપ એડન માર્કરમને સોંપવામાં આવી છે.
ભારત સામેની વન-ડે સિરીઝ માટે સાઉથ આફ્રિકાની ટીમ
એડન માર્કરમ (સુકાની), ઓટનીલ બાર્ટમેન, નાન્દ્રે બર્જર, ટોની ડી ઝોર્ઝી, રીઝા હેન્ડ્રીક્સ, હેનરિક ક્લાસેન, કેશવ મહારાજ, મિહલાલી મપોન્ગવાના, ડેવિડ મિલર, વિયાન મુલ્ડર, એન્ડીલે ફેહલુકવાયો, તબરેઝ શમ્સી, રાસી વાન ડર ડુસેન, કાઈલ વેરિન, લિઝાદ વિલિયમ્સ
ભારત સામેની ટી20 સિરીઝ માટે સાઉથ આફ્રિકાની ટીમ
એડન માર્કરામ (સુકાની), ઓટનીલ બાર્ટમેન, મેથ્યુ બ્રેટ્ઝકે, નાન્દ્રે બર્જર, ગેરાલ્ડ કોએત્ઝી, ડોનોવન ફરેરા, રીઝા હેન્ડ્રીક્સ, માર્કો જેન્સેન, હેનરિક ક્લાસેન, કેશવ મહારાજ, ડેવિડ મિલર, લુંગી એનગીડી, એન્ડીલે ફેહલુકવાયો, તબરેઝ શમ્સી, ટ્રિસ્ટન સ્ટબ્સ, લિઝાદ વિલિયમ્સ
ભારત સામેની ટેસ્ટ સિરીઝ માટે સાઉથ આફ્રિકાની ટીમ
ટેમ્બા બાવુમા (સુકાની), ડીન એલ્ગર, એડન માર્કરમ, ડી ઝોર્ઝી, કીગન પીટરસન, કાઈલ વેરેની (વિકી), ટ્રિસ્ટન સ્ટબ્સ, ડેવિડ બેડિંગહામ, વિયામ મુલ્ડર, માર્કો જેન્સેન, નાન્દ્રે બર્જર, ગેરાલ્ડ કોએત્ઝી, કાગીસો રબાડા, લુંગી એનગીડી, કેશવ મહારાજ