યાદીમાં રોશની નાડર મલ્હોત્રા (રેન્ક 60), સોમા મંડલ (રેન્ક 70) અને કિરણ મજમુદાર શૉ (રેન્ક 76) નો પણ સમાવેશ
નવી દિલ્હી
નાણામંત્રી નિર્મલા સીતારમણએ ફોબ્સની સૌથી મહિલાઓની યાદીમાં સ્થાન મેળવ્યું છે. આ યાદીમાં તેઓ 32માં સ્થાને છે. યાદીમાં અમેરિકી ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ અને સિંગર ટેલર સ્વિફ્ટ (Taylor Swift) ને પણ સામેલ કરાઈ છે.
આ યાદીમાં ત્રણ અન્ય ભારતીય મહિલાઓને પણ સ્થાન મળ્યું છે. જેમના નામ એચસીએલ કોર્પોરેશનના સીઈઓ રોશની નાડર મલ્હોત્રા (રેન્ક 60), સ્ટીલ ઓથોરિટી ઓફ ઈન્ડિયાના ચેરપર્સન સોમા મંડલ (રેન્ક 70) અને બાયોકોનના સંસ્થાપક કિરણ મજમુદાર શૉ (રેન્ક 76) સામેલ છે.
ફોર્બ્સની પાવરફૂલ મહિલાઓની વાર્ષિક યાદીમાં દુનિયાની 100 સૌથી શક્તિશાળી મહિલાઓમાં યુરોપિયન કમિશનના પ્રમુખ ઉર્સુલા વૉન ડેર લેયેન ટોચના સ્થાને રહ્યા છે. તેમના પછી યુરોપિયન સેન્ટ્રલ બેન્કના બોસ ક્રિસ્ટિન લેગાર્ડ બીજા ક્રમે રહી છે જ્યારે અમેરિકી રાષ્ટ્રપતિ કમલા હેરિસ આ યાદીમાં ત્રીજા સ્થાને છે.