કિમ જોંગે નોર્થ કોરિયામાં ઘટતા જતા પ્રજનન દર પર ચિંતા વ્યક્ત કરી હતી અને મહિલાઓને વધારે બાળકો પેદા કરવા માટે અપીલ કરી હતી

પ્યોંગ્યાંગ
ઉત્તર કોરિયાના ક્રૂરપ તાનાશાહ કિમ જોંગની ક્રુરતાના કિસ્સા જ દુનિયાને મોટાભાગે સાંભળવા મળતા હોય છે પણ આ તાનાશાહ ભાવુક પણ થઈ શકે છે. તેમનો આ પ્રકારનો એક વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે અને લોકો તે જોઈને આશ્ચર્ય વ્યક્ત કરી રહ્યા છે.
આ વિડિયોમાં કિમ જોંગને મહિલાઓને સંબોધન કરતી વખતે રડતા અને પોતાના આંસુ લૂછતા જોઈ શકાય છે. આ કાર્યક્રમ દરમિયાન કિમ જોંગે નોર્થ કોરિયામાં ઘટતા જતા પ્રજનન દર પર ચિંતા વ્યક્ત કરી હતી અને મહિલાઓને વધારે બાળકો પેદા કરવા માટે અપીલ કરી હતી.
ઈન્ટરનેશનલ ન્યૂઝ એજન્સીના અહેવાલ પ્રમાણે કિમ જોંગે કહ્યુ હતુ કે, દેશમાં વસતી વધારાનો ઘટી રહેલો દર રોકવાની અને બાળકોની સારી રીતે સાર સંભાળ રાખવાની તમામ રિવારોની જવાબદારી છે અને તેમાં દેશની માતાઓ સારો રોલ અદા કરી રહી છે. મને જ્યારે પણ દેશની સમસ્યાઓનો ઉકેલ લાવવામાં તકલીફ પડે છે ત્યારે હું દેશની માતાઓ અંગે વિચારુ છું.
ઉત્તર કોરિયામાં વસતી ઘટી રહી છે તેના ચોક્કસ આંકડા તો નથી પણ યુએનના અનુમાન અનુસાર અહીંયા સરેરાશ જન્મ દર 1. 8નો છે અને છેલ્લા કેટલાક દાયકાઓમાં પ્રજનન દરમાં ઘણો ઘટાડો નોંધાયો છે. જોકે પાડોશી દેશ દક્ષિણ કોરિયામાં પ્રજનન દર 0. 78 ટકા અને જાપાનમાં 1. 26 ટકા છે અને તે હિસાબે જોવામાં આવે તો નોર્થ કોરિયાનો પ્રજનન દર હજી પણ વધારે છે.