નવા લોગોમાં આવતા વર્ષે ટી20 વર્લ્ડ કપઆયોજિત કરનાર યજમાન દેશોથી પ્રેરિત બનાવટ અને પેટર્ન સામેલ છે
દુબઈ
વર્ષ 2024માં રમાનાર ટી20 વર્લ્ડ કપ2024 માટે આઈસીસીએ નવો લોગો જાહેર કર્યો છે. આઈસીસી મેન્સ ટી20 વર્લ્ડ કપ2024નું આયોજન 4 જૂનથી 30 જૂન સુધી વેસ્ટ ઇન્ડિઝ અને અમેરિકામાં થશે. જયારે આઈસીસી વુમન્સ અને શેડ્યુલની જાહેરાત થઇ નથી. હવે આઈસીસીએ ટી20 વર્લ્ડ કપ માટે નવો લોગો જાહેર કરીને આ મેગા ઇવેન્ટની તૈયારીઓ શરુ કરી દીધી છે.
આઈસીસી મુજબ આ નવો લોગો સૌથી નાના ફોર્મેટમાં ખુબ જ ઝડપથી બદલવા વાળી ઘટનાઓને દર્શાવે છે. આ નવા લોગોમાં આવતા વર્ષે ટી20 વર્લ્ડ કપઆયોજિત કરનાર યજમાન દેશોથી પ્રેરિત બનાવટ અને પેટર્ન સામેલ છે. આ ટી20 ક્રિકેટમાં નિરંતર ઊર્જાને પણ દર્શાવે છે. આઈસીસીએ આગળ કહ્યું, ‘લોગો એ બેટ, બોલ અને ઊર્જાનું સર્જનાત્મક મિશ્રણ છે, જે ટી20 ક્રિકેટના મુખ્ય તત્વોનું પણ પ્રતીક છે.’
આઈસીસી માર્કેટિંગ અને કોમ્યુનિકેશનના જનરલ મેનેજરે ટી20 વર્લ્ડ કપ2024 માટે રજૂ કરવામાં આવેલા નવા લોગોની પ્રશંસા કરી હતી અને કહ્યું હતું કે આગામી વર્ષે વેસ્ટ ઈન્ડિઝ અને યુએસએમાં યોજાનારા આઈસીસી મેન્સ ટી20 વર્લ્ડ કપ2024ની તૈયારી માટે અમારી પાસે હવે માત્ર 6 મહિનાનો સમય બાકી છે. આવી સ્થિતિમાં હવે પ્રશંસકો વર્લ્ડ કપ અને ટિકિટ સાથે સંબંધિત માહિતી જાણવા માટે તેમની રુચિ નોંધાવી શકે છે.