સ્ટંપ ઊખડવા છતાં બેલ્સ ન પડતાં બેટરને નોટઆઉટ અપાયો

Spread the love

આ ઘટનાના કારણે ક્રિકેટ જગતમાં ક્રિકેટ નિયમોને લઈને ચર્ચા શરુ થઇ


સિડની
ક્રિકેટના મેદાન પર કેટલીકવાર એવી ઘટનાઓ બનતી હોય છે જે જોઈને ક્રિકેટ ચાહકો દંગ રહી જાય છે. વન-ડે વર્લ્ડ કપ 2023માં બાંગ્લાદેશ અને શ્રીલંકા વચ્ચેની મેચ દરમિયાન એન્જેલો મૈથ્યુઝને ટાઈમ આઉટ આપવામાં આવ્યો હતો. તેના એક મહિના બાદ બાંગ્લાદેશી ક્રિકેટર મુશફિકુર રહીમને ‘ઓબ્સ્ટ્રેક્ટિંગ ધ બોલ’ માટે આઉટ આપવામાં આવ્યો હતો. હવે ઓસ્ટ્રેલિયામાં એસીટી પ્રીમિયર ક્રિકેટ દરમિયાન એક આશ્ચર્યજનક ઘટના બની હતી. મિડલ સ્ટમ્પ ઉખડી ગયા પછી એક બેટ્સમેનને નોટઆઉટ આપવામાં આવ્યો હતો કારણ કે બેલ્સ સ્ટમ્પ અટકી ગઈ હતી.
મિડલ સ્ટમ્પ ઉખાડયા પછી પણ ફિલ્ડ એમ્પાયરે બેટ્સમેનને આઉટ આપ્યો ન હતો અને આ ઘટનાના કારણે ક્રિકેટ જગતમાં ક્રિકેટ નિયમોને લઈને ચર્ચા શરુ થઇ ગઈ છે. મળેલા અહેવાલો મુજબ ગિન્નિન્ડેરાના બોલર એંડી રેનોલ્ડ્સે ઓપનર મૈથ્યુ બોસુસ્ટોને બોલ્ડ કર્યો હતો. તેણે મિડલ સ્ટમ્પ ઉખાડી દીધો હતો. તે પછી બોલર પોતાના સાથી ખેલાડી સાથે આ વિકેટની ઉજવણી કરી રહ્યો હતો. મૈથ્યુ પણ પવેલિયન પરત ફરવા લાગ્યો હતો. પરંતુ મેદાન પર થોડી વારમાં જ માહોલ બદલાઈ ગયો હતો. બંને ફિલ્ડ એમ્પાયરે એકબીજા સાથે વાતચીત કરી અને મૈથ્યુને નોટઆઉટ આપ્યો હતો.
મેલબર્ન ક્રિકેટ ક્લબના કાયદા 29 મુજબ બેટ્સમેનને ક્રિકેટમાં ત્યારે જ બોલ્ડ ગણવામાં આવશે જ્યારે બેલ સંપૂર્ણપણે વિખરાયેલા હોય અથવા એક કે બે સ્ટમ્પ જમીન પરથી સંપૂર્ણપણે ઉખડી ગયા હોય. આ કિસ્સામાં આ બેમાંથી એક પણ બન્યું નથી. જેથી મૈથ્યુને આઉટ આપવામાં આવ્યો ન હતો. વેસ્ટ ડિસ્ટ્રિક્ટના કેપ્ટન સેમ વિટમેને બાદમાં સ્વીકાર્યું કે ટીમ આ નિર્ણયથી નાખુશ છે. તેણે કહ્યું, ‘મેં આ પહેલાં ક્યારેય આવું જોયું નથી. આવું થતું કોઈએ જોયું નહીં. થોડા સમય માટે અમે બધા વિકેટને લઈને ખુશ હતા. બેટ્સમેનના વાપસીથી અમે ખુશ ન હતા. થોડા સમય પછી અમે તેને આઉટ કર્યો, જેનાથી હું ખુશ થયો હતો.’

Total Visiters :128 Total: 1501408

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *