આ પ્રાણી દેશના ઈકોનોમિક ગ્રોથને વધારવામાં મદદગાર સાબિત થઈ રહ્યા છે
ઈસ્લામાબાદ
પાકિસ્તાન ઇકોનોમિક સર્વે (પીઈએસ) એ ખુલાસો કર્યો કે એક વર્ષ દરમિયાન દેશમાં ગધેડાની સંખ્યામાં 1 લાખનો વધારો થયો છે. નાણા મંત્રાલય તરફથી જાહેર વાર્ષિક સર્વે રિપોર્ટમાં ગત નાણાકીય વર્ષ દરમિયાન સરકારની સિદ્ધિઓનો ડેટા રજૂ કરવામાં આવ્યો છે. પાકિસ્તાન ઈકોનોમિક સર્વે અનુસાર પાકિસ્તાનમાં પ્રાણીઓની વસતીમાં વધારો થયો છે, જે દેશના ઈકોનોમિક ગ્રોથને વધારવામાં મદદગાર સાબિત થઈ રહ્યા છે.
પાકિસ્તાન ઇકોનોમિક સર્વે રિપોર્ટથી જાણ થાય છે કે એક વર્ષમાં પાકિસ્તાનમાં ગધેડાઓની સંખ્યામાં 57 લાખથી વધીને 58 લાખ થઈ ગઈ છે. આ ગધેડા સામાન્યરીતે ટ્રાન્સપોર્ટ, એગ્રીકલ્ચર અને બીજા અન્ય ક્ષેત્રોમાં ઉપયોગમાં લેવામાં આવે છે.
પાકિસ્તાન આર્થિક સર્વે રિપોર્ટ અનુસાર દેશમાં ઢોરની સંખ્યામાં 21 મિલિયન ( 2 કરોડ 10 લાખ)નો વધારો થયો છે. આ વધારા બાદ દેશમાં કુલ ઢોરની સંખ્યા 53 કરોડ 40 લાખથી વધીને 55 કરોડ 50 લાખ થઈ ચૂકી છે. આ વધારાને પાકિસ્તાનના કૃષિ ક્ષેત્રમાં ઢોરોના મહત્વ માટે જવાબદાર ઠેરવવામાં આવી શકે છે, જ્યાં તેઓ ખેતરોનું ખેડાણ, દૂધ ઉત્પાદન અને માંસ તેમજ ખાલના સ્ત્રોત તરીકે ઉપયોગ કરવાને લઈને મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવે છે. ગધેડા અને ઢોરના વધારા સિવાય સર્વેમાં ભેંસો અને ઘેંટાની સંખ્યામાં થયેલા વધારા પર ધ્યાન આપવામાં આવ્યુ છે.
ભેંસોની વસતીમાં 13 લાખનો વધારો થયો છે. જે કુલ 30 લાખ સુધી પહોંચી ગયો જ્યારે ઘેટાની સંખ્યામાં 4 લાખનો વધારો જોવા મળ્યો, જેનાથી ઘેટાની સંખ્યા 32 મિલિયન (3 કરોડ 20 લાખ) થઈ ગઈ. આ સિવાય, બકરીઓની વસતીમાં પણ વધારો થયો, બકરીઓની સંખ્યા વધીને 84 લાખ 70 હજાર થઈ ગઈ છે. પાકિસ્તાનમાં પશુપાલન દ્વારા લગભગ 35થી 40 ટકાની કમાણી કરવામાં આવે છે.
પ્રાણીઓનું પાકિસ્તાનની અર્થવ્યવસ્થામાં મહત્વપૂર્ણ યોગદાન રહ્યુ છે. પાકિસ્તાનમાં ગયા નાણાકીય વર્ષ દરમિયાન કમાણીની સંખ્યા 5,390 અરબથી વધીને વર્ષ 2023માં 5,593 અરબ રૂપિયા થઈ ગઈ, જે કુલ 3.8 ટકાનો વધારો છે.