આરિફ મોહમ્મદ ખાનનો પિનરાઈ વિજયન પર ઈજા પહોંચાડવાનો આક્ષેપ

Spread the love

રાજ્યપાલ તિરુવનંતપુરમ ઈન્ટરનેશનલ એરપોર્ટ જઈ રહ્યા હતા ત્યારે તેમની ગાડીને સીપીઆઈ-એમની વિદ્યાર્થી પાંખ એસએફઆઈના કાર્યકરોએ કથિત રીતે ટક્કર મારી હતી

તિરુવનંતપુરમ

કેરળના રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાને સોમવારે રાજ્યના મુખ્ય પ્રધાન પિનરાઈ વિજયન પર ગંભીર આરોપ લગાવ્યા હતા. રાજ્યપાલે મુખ્ય પ્રધાન પર તેમને શારીરિક ઈજા પહોંચાડવા માટે ‘ષડયંત્ર’ રચવાનો આરોપ લગાવ્યો હતો. રાજ્યપાલ તિરુવનંતપુરમ ઈન્ટરનેશનલ એરપોર્ટ જઈ રહ્યા હતા ત્યારે તેમની ગાડીને કોમ્યુનિસ્ટ પાર્ટી પાર્ટી ઓફ ઇન્ડિયા-માર્કસિસ્ટ (સીપીઆ-એમ)ની વિદ્યાર્થી પાંખ સ્ટુડન્ટ્સ ફેડરેશન ઓફ ઈન્ડિયા (એસએફઆઈ)ના કાર્યકરોએ કથિત રીતે ટક્કર મારી હતી. ત્યાર બાદ રાજ્યપાલે આ આરોપ લગાવ્યો હતો.
પોલીસે વિદ્યાર્થી સંગઠન એસએફઆઈના સાત લોકોની ધરપકડ કરી છે. કોંગ્રેસ નેતૃત્વ હેઠળના વિપક્ષી ગઠબંધન યુનાઇટેડ ડેમોક્રેટિક ફ્રન્ટ અને ભારતીય જનતા પાર્ટીએ પણ રાજ્યપાલ પર કથિત હુમલા પાછળ હોવાનો આરોપ લગાવ્યો હતો. રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાને મીડિયાને કહ્યું કે તે મુખ્ય પ્રધાન વિજયનને તેમને શારીરિક ઈજા પહોંચાડવા માટે લોકોને મોકલવાનું ‘ષડયંત્ર’ કર્યું હતું. રાજ્યમાં બંધારણીય વ્યવસ્થા બગડી રહી છે.
શું એ શક્ય છે કે જો મુખ્ય પ્રધાનનો કાર્યક્રમ ચાલી રહ્યો હોય તો ત્યાં પ્રદર્શનકારીઓને લઈ જતી ગાડીઓને ત્યાં જવા દેવામાં આવે? શું તેઓ (પોલીસ) કોઈને પણ મુખ્ય પ્રધાનની કારની નજીક આવવા દેશે? તેમણે દાવો કર્યો કે હું સ્પષ્ટપણે કહું છું કે તે મુખ્ય પ્રધાન જ કાવતરું ઘડી રહ્યા છે.
તેમણે પત્રકારોને જણાવ્યું હતું કે પ્રદર્શનકારીઓ તેમની સામે કાળા ઝંડા લહેરાવ્યા એટલું જ નહીં, બંને બાજુથી તેમના વાહન પર હુમલો પણ કર્યો. આરિફ મોહમ્મદ ખાને કહ્યું, “પછી હું મારી કારમાંથી નીચે ઉતર્યો. પોલીસને ખબર હતી કે તેઓ કારમાં બેઠા છે. મુખ્ય પ્રધાનની સૂચના હોય ત્યારે પોલીસ પણ શું કરે?
રાજભવનના એક સૂત્રના જણાવ્યા અનુસાર રાજ્યપાલને ત્રણ જગ્યાએ કાળા ઝંડા બતાવવામાં આવ્યા હતા અને તેમાંથી બે જગ્યાએ તેમની કારને ટક્કર મારી હતી. બીજી તરફ, પોલીસે કહ્યું કે રાજ્યપાલના વાહનને એસએફઆઈના કાર્યકર્તાઓએ માત્ર એક જ જગ્યાએ રોકવામાં આવ્યું હતું અને વિદ્યાર્થી સંગઠનના સાત લોકોની ધરપકડ કરવામાં આવી છે.

Loading

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *