દેશમાં દિલ્હી સૌથી વધુ ઈલેક્ટ્રિક બસ વાળું શહેર બન્યું

Spread the love

આ પહેલા આટલી મોટી સંખ્યામાં ઈલેક્ટ્રિક બસો પહેલા ક્યારેય ખરીદવામાં નથી આવી


નવી દિલ્હી
દિલ્હીમાં ફરી 500 નવી ઈલેક્ટ્રિક બસો ખરીદવામાં આવી છે. એક સાથે આટલી મોટી સંખ્યામાં ઈલેક્ટ્રિક બસો આ પહેલા ક્યારેય નથી ખરીદવામા આવી. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે દિલ્હી પરિવહન નિગમના ઈન્દ્રપ્રસ્થ ડેપો પર આ બસોને લીલી ઝંડી આપી હતી.
દિલ્હી સૌથી વધારે ઈલેક્ટ્રિક બસોવાળુ શહેર બની ગયું છે. આજે દિલ્હીમાં નવી 500 ઈલેક્ટ્રિક બસોને લીલી ઝંડી આપવામાં આવી છે. નવાઈની વાત એ છે કે, આ પહેલા આટલી મોટી સંખ્યામાં ઈલેક્ટ્રિક બસો પહેલા ક્યારેય ખરીદવામાં નથી આવી. દિલ્હીના રાજ્યપાલ વિનય કુમાર સક્સેના અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે દિલ્હી પરિવહન નિગમના ઈન્દ્રપ્રસ્થ ડેપો પર આ બસોને લીલી ઝંડી આપીને દિલ્હી પરિવહન નિગમ (ડીટીસી) માં સામેલ કરી હતી.
દિલ્હી પરિવહન મંત્રી કૈલાશ ગહલોતે માહિતી આપતા જણાવ્યું હતું કે, હવે દિલ્હીમાં કુલ 1300 ઈલેક્ટ્રિક બસો થઈ ગઈ છે. આટલું જ નહીં તેમણે વધુ વાત કરતાં કહ્યુ કે, દિલ્હીની કેજરીવાલ સરકારે 6000 બીજી ઈલેક્ટ્રિક બસો ખરીદવાનો ઓર્ડર આપ્યો છે. કેજરીવાલ સરકારનું લક્ષ્ય છે કે 2025 સુધીમાં દિલ્હીમાં કુલ 10,500 બસો ખરીદવાની છે, જેનાથી 80 ટકા ઈલેક્ટ્રિક હશે.
કૈલાશ ગહલોતે વધુ વાત કરતા જણાવ્યું હતું કે. દિલ્હીના રોડ પર હાલમાં જે લો ફ્લોર પર સીએનજી બસો ચાલી રહી છે. તે 2010માં કોમનવેલ્થ ગેમ્સના સમયે ખરીદવામા આવી હતી અને હવે તે બસોની રિટાયરમેન્ટનો સમય આવી ગયો છે.

Loading

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *