પેરેન્ટ એન્ગેન્જમેન્ટ પ્રોગ્રામ(પીઈપી) પ્લેટફોર્મ જેઆઈઆરએસ એલ્યુમ્નિ તથા પેરેન્ટ્સને એક મંચ પર લાવી સંભવિત વાલીઓ અને બાળકોને સર્વાંગી શિક્ષણ અને વિકાસનું મહત્વ સમજાવે છે

અમદાવાદ
રાયપુર ખાતે પેરેન્ટ એન્ગેજમેન્ટ પ્રોગ્રામ (પીઈપી)ના સફળ આયોજન અને વાલીઓ તરફથી મળેલાં પ્રચંડ પ્રતિસાદ બાદ જૈન ઈન્ટરનેશનલ રેસિડેન્શિયલ સ્કૂલ (જેઆઈઆરએસ), બેંગાલુરૂ દ્વારા અમદાવાદમાં રવિવારે 17 ડિસેમ્બર, 2023ના રોજ મેરિયટ સિંધુભવન માર્ગ ખાતે સાંજે 7.00 વાગે પેરેન્ટ્સ એન્ગેજમેન્ટ પ્રોગ્રામનું આયોજન કરાયું છે.
આ કાર્યક્રમનો મુખ્ય હેતુ જેઆઈઆરએસના એલ્યુમ્નિ તથા સંભવિત વિદ્યાર્થીઓ અને વાલીઓને એક મંચ પૂરો પાડી એકબીજા સાથે સંવાદની તક ઉપલબ્ધ બનાવવા ઉપરાંત તેમને રેસિડેન્શિયલ સ્કૂલ્સનો કન્સેપ્ટ સમજાવી વિદ્યાર્થીના વિકાસમાં સર્વાંગી શિક્ષણના મહત્વને સમજાવવાનો છે.
રાયપુર ખાતે યોજાયેલા પીઈપી કાર્યક્રમમાં 120થી વધુ હિસ્સેદારો તથા 50થી વધુ પરિવારોએ ભાગ લીધો હતો. છત્તીસગઢ ટીચર્સ એસોસિયેશનના અધ્યક્ષ શ્રી વિરેન્દ્ર દુબે, રિષભ બિલ્ડર્સના સીઈઓ અને જિતોના વાઈસ ચેરમેન શ્રી અભિલેષ કટારિયા, ઉપાસના સેવા ફાઉન્ડેશનના અધ્યક્ષ શ્રી રતિકાંત સાહુ તથા છત્તીસગઢ સરકારની ઉર્દુ એકેડેમીના માનદ ચેરમેન સુશ્રી ઈબરિસ ગાંધીએ રાયપુરના પેરેન્ટ એન્ગેજમેન્ટ પ્રોગ્રામમાં હાજરી આપી હતી.
અમદાવાદના વાલીઓ અને તેમના બાળકોને જેઆઈઆરએસ બ્રાન્ડ તથા વૈશ્વિક નેતૃત્વ તૈયાર કરવાની તેના કુશળ વારસાનો અનુભવ મળી રહે તે માટે જેઆઈઆરએસ અહીં તેની કામગીરી શરૂ કરવા સજ્જ છે. અમદાવાદના 20 વિદ્યાર્થીઓ હાલ જેઆઈઆરએસ બેંગાલુરૂ ખાતે અભ્યાસકરી રહ્યાં છે. એટલું જ નહીં જેઆઈઆરએસના એલ્યુમ્નિમાં અમદાવાદના કુલ 250થી વધુ વિદ્યાર્થીઓ છે.
જેઆઈઆરએસના સીઓઓ શ્રી રૂદ્ર શર્માએ જણાવ્યું હતું કે, રાયપુરમાં વાલીઓ તરફથી મળેલાં પ્રચંડ પ્રતિસાદ બાદ અમે અમદાવાદમાં પેરેન્ટ્સ એન્ગેજમેન્ટ પ્રોગ્રામ સીરીઝના આગામી કાર્યક્રમનું આયોજન કરવાની જાહેરાત કરીને અત્યંત રોમાંચનો અનુભવ કરી રહ્યાં છીએ. આ કાર્યક્રમ વાલીઓને અમારી શાળા દ્વારા ઉપલબ્ધ બનાવાતી વ્યાપક સેવાઓ સમજવાની તક પૂરી પાડવા ઉપરાંત અમારા કેટલાંક પ્રતિષ્ઠિત એલ્યુમ્નિ સાથે સંવાદ કરવાની પણ તક ઉપલબ્ધ બનાવશે. જેમના સ્વાનુભ વાલીઓમાં આત્મવિશ્વાસનો સંચાર કરી તેમને પોતાના બાળકો માટે પહેલાં રેસિડેન્શિયલ સ્કૂલમાં પ્રવેશ માટે અને બાદમાં સ્વાભાવિક રીતે જ પસંદગીના વિકલ્પ તરીકે જેઆઈઆરએસ પર પસંદગી ઢોળવા તૈયાર કરશે.
અમે ઈચ્છીએ છીએ કે સતત થતાં પરિવર્તન અને આંતરીક વિકાસની પ્રક્રિયામાં વિદ્યાર્થીઓનું શરીર સર્વાંગપણે વિકસે અને સંભવતઃ આથી જ અમારા પર આંતરરાષ્ટ્રીય પ્રભાવ જોવા મળે છે. જેઆઈઆરએસે તાજેતરમાં ટાઈમ્સ સ્કૂલ સર્વે 2023-2024માં પ્રથમ ક્રમ હાંસલ કર્યો હતો.
બેંગાલુરૂમાં ટોચની રેસિડેન્શિયલ સ્કૂલ તરીકેનું રેન્કિંગ એ વાતનો પુરાવો છે કે, જેઆઈઆરએસ એ એક સંપૂર્ણ રેસિડેન્શિયલ સ્કૂલ છે, જે વિદ્યાર્થીઓને આંતરરાષ્ટ્રીય માપદંડો સાથે તુલનાત્મક એવી સર્વોત્તમ સુવિધાઓ ઉપલબ્ધ બનાવે છે. જેઆઈઆરએસ એજ્યુકેશન ટુડેની યાદીમાં પણ ભારતની નંબર 1 બોર્ડિંગ સ્કૂલ બની હતી. જ્યારે 2023માં તેને બેસ્ટ સ્કૂલનો એવોર્ડ મળ્યો હતો.
આ સિવાય તેને વિદ્યાર્થીઓ તરફ વ્યક્તિગત ધ્યાન આપનારી સ્કૂલ તરીકે ઉપરાંત સંશોધનાત્મક શિક્ષણ, રમત-ગમતના શિક્ષણ તથા પ્રયોગાત્મક શિક્ષણ માટે પણ પ્રથમ ક્રમાંક અપાયો હતો. જેઆઈઆરએસ વાસ્તવમાં એક આંતરરાષ્ટ્રીય ધોરણો ધરાવતી શાળા છે જેમાં દેશભરમાંથી અને વિદેશમાંથી વિદ્યાર્થીઓ અભ્યાસ માટે આવે છે.
350 એકરમાં ફેલાયેલાં, વૈશ્વિક સ્તરના અને હરિયાળીથી ભરપૂર એવા ઘર જેવા ગુરૂકુળના પવિત્ર વાતાવરણમાં બાળકોનું ભારતીય સંસ્કૃતિના મજબૂત મૂલ્યો સાથે ઘડતર કરી તેમને આંતરરાષ્ટ્રીય અભ્યાસક્રમ શીખવવા ઉપરાંત તેમના સર્વાંગી વિકાસ પર ધ્યાન કેન્દ્રીત કરાય છે.