મુંબઈ
આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડની વાર્ષિક સીએસઆર પહેલ ‘કેરિંગ હેન્ડ્સ’ 15મી ડિસેમ્બર, 2023ના રોજ તમામ સ્થળોએ હાથ ધરવામાં આવી હતી. આ સીએસઆર પહેલ સંપૂર્ણપણે સિનીયર મેનેજમેન્ટ ટીમના સંગઠન સાથેના કર્મચારીઓ દ્વારા અમલમાં મૂકવામાં આવી છે અને સ્વૈચ્છિક છે. આ વર્ષે પહેલ 120 સ્થાનો પર યોજાઈ હતી, 5,000+ કર્મચારી વોલિયેન્ટર સાથે 340+ શિબિરો યોજાઈ હતી જેની અસર લગભગ 45,000 લોકો સુધી પહોંચી હતી. ‘નિભય વાદે’ના અમારા સિદ્ધાંતો સાથે આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડે આંખની વિના મૂલ્યે તપાસ શિબિરોનું આયોજન કરવાનું જાળવી રાખ્યું છે, જેથી કોઈપણ બાળક તેમની સાચી ક્ષમતા પ્રાપ્ત કરવામાં પાછળ ન રહે તેની ખાતરી કરી શકાય.
2011માં પ્રોગ્રામની શરૂઆત થઈ ત્યારથી આજ સુધીમાં કંપનીએ 4,00,000+ લોકોના જીવન સુધી પહોંચી છે અને 2,400+ શાળાઓ સુધી પહોંચી છે અને સમગ્ર ભારતમાં 70,000+ ચશ્માનું વિતરણ કર્યું છે. બહુવિધ સ્થળોએ એક કલાકમાં સૌથી વધુ 1,526 આંખના પરીક્ષણ સાથે, 2017માં પ્રતિષ્ઠિત ગિનિસ વર્લ્ડ રેકોર્ડ વિજેતાનો ભાગ બનવું એ સાચા સન્માનની વાત છે. આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ માને છે કે દરેક બાળકને અમારી ‘કેરિંગ હેન્ડ્સ’ પહેલ દ્વારા સ્વપ્ન જોવાનો અને તેના ભવિષ્ય માટે માર્ગ બનાવવાનો અધિકાર છે.
પહેલ વિશે બોલતા માર્કેટિંગ, કોર્પોરેટ કોમ્યુનિકેશન્સ એન્ડ સીએસઆર હેડ શીના કપૂરે કહ્યું કે, “અમે આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડની ફ્લેગશિપ સીએસઆર પહેલોમાંની એક ‘કેરિંગ હેન્ડ્સ’ની અમારી 12મી આવૃત્તિ રજૂ કરવા માટે ઉત્સાહિત છીએ. આ પહેલ અમારા હૃદયમાં વિશેષ સ્થાન ધરાવે છે, કારણ કે તે સંપૂર્ણપણે અમારા કર્મચારીઓની સ્વયંસેવા કરવાની આતુરતા દ્વારા પ્રેરિત છે. એક જ દિવસે, અમારી પાસે દેશભરમાં 340+ સરકારી શાળાઓમાં 3,000થી વધુ સ્ટાફ મેમ્બર્સ છે. તદુપરાંત, આ શાળાના પ્રેમાળ બાળકોને મળવું અત્યંત હૃદયસ્પર્શી છે અને સંતોષથી ભરપૂર દરેક કર્મચારી ‘કેરિંગ હેન્ડ્સ’ને પરિપૂર્ણ બનાવે છે.”