પેટીએમએ સ્ટેટ બોંક ઓફ ઈન્ડિયા સાથે હાથ મિલાવ્યા

Spread the love

પેટીએમ એસબીઆઈ સાથે મળીને થર્ડ પાર્ટી એપ પ્રોવાઈડર  બની શકશે

નવી દિલ્હી

સંકટમાં ફસાયેલી ફિનટેક કંપની પેટીએમ એ આખરે 15 માર્ચની સમયમર્યાદા પહેલા તેના નવા પાર્ટનરને શોધી કાઢ્યો છે. પેટીએમની મૂળ કંપની વન97 કોમ્યુનિકેશન્સ એ દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (એસબીઆઈ) સાથે હાથ મિલાવ્યા છે.

અત્યાર સુધી, પેટીએમ નો યુપીઆઈ બિઝનેસ તેની પેટાકંપની પેટીએમ પેમેન્ટ્સ બેંક પર નિર્ભર હતો. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ) દ્વારા પેમેન્ટ બેંક પર બિઝનેસ પ્રતિબંધ લાદવામાં આવ્યા બાદ પેટીએમ પાર્ટનર બેંકની શોધમાં હતી. હવે પેટીએમ એસબીઆઈ સાથે મળીને થર્ડ પાર્ટી એપ પ્રોવાઈડર (ટીપીએપી) બની શકશે.

અહેવાલ અનુસાર, અગાઉ પેટીએમ એ ટીપીએપી ભાગીદારી માટે એક્સિસ બેંક, યસ બેંક અને એચડીએફસી બેંક સાથે હાથ મિલાવ્યા હતા. એક દિવસ પહેલા જાહેર કરાયેલા અહેવાલમાં, આ જ બેંકો પેટીએમ સાથે જોડાણ કરવામાં સૌથી આગળ હોવાનું કહેવાતું હતું. ગત મહિને વન 97 કોમ્યુનિકેશન્સ (ઓસીએલ) એ તેનું નોડલ અથવા એસ્ક્રો એકાઉન્ટ એક્સિસ બેંકને સોંપ્યું હતું. કંપનીએ બીએસઈને પણ આ માહિતી આપી હતી. તેની મદદથી, પેટીએમ દ્વારા ડિજિટલ પેમેન્ટ સ્વીકારનારા વેપારીઓ 15 માર્ચની અંતિમ તારીખ પછી પણ કામ કરી શકશે.

એવી અપેક્ષા છે કે નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (એનપીસીઆઈ) પણ 15 માર્ચ સુધીમાં પેટીએમને ટીપીએપી લાઇસન્સ આપશે. આ લાઇસન્સ મળ્યા બાદ ગ્રાહકો સરળતાથી પેટીએમ યુપીઆઈ નો ઉપયોગ કરી શકશે. પેટીએમ પેમેન્ટ્સ બેંકે 15 માર્ચ પછી તેની કામગીરી બંધ કરવી પડશે. 

Loading

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *