દેશમાં કોરોનાના 335 નવા કેસ, પાંચ જણાનાં મોત થયા

Spread the love

કેરળમાં ચાર અને એકનું ઉત્તર પ્રદેશમાં મોત થયું, ચિંતાની કોઈ વાત ન હોવાનો કેરળનાં મંત્રીનો દાવો

નવી દિલ્હી

વિશ્વમાં હાહાકાર મચાવનાર કોરોનાના વાયરસના કેસ સામે આવતા ભારતમાં ફરી એકવાર ચિંતા વધારી છે. કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરાયેલા આંકડા અનુસાર ગઈકાલે કોવિડના 335 નવા કેસો નોંધાયા હતા અને દેશમાં કુલ પાંચ લોકોના મોત થયા છે જેમાં કેરળમાં ચાર અને એક ઉત્તર પ્રદેશમાં થઈ છે ત્યારે કેરળના મંત્રીએ કહ્યું હતું કે ચિંતાની વાત નથી પણ સતર્ક રહેવું જરુરી છે.

કોરોના વાયરસે એક મહામારી બનીને વિશ્વની આરોગ્ય સિસ્ટમ અને અર્થતંત્રને તોડી નાખ્યું હતું ત્યારે હવે ભારતમાં કોરોના વાયરસના 335 નવા કેસ સામે આવતા ફરી એકવાર ચિંતા વધારી દીધી છે. સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરાયેલા આંકડા મુજબ કોરોના સંક્રમણથી દેસમાં કુલ પાંચ લોકોએ જીવ ગુમાવ્યો છે. અને નવા 335 કેસ બાદ કોરોનાના દર્દીઓની સંખ્યા વધીને 1,701 થઈ ગઈ છે. આ માહિતી મુજબ કોરોના વાયરસથી સાજા થનાર લોકોની સંખ્યા વધીને 4,44,69,779 થઈ ગઈ છે અને રિકવરી રેટ 98.81 ટકા છે. કોરોના સંક્રમણથી મૃત્યુદર 1.19 ટકા છે જ્યારે રિકવરી રેટ 98.81 ટકા છે.

ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચના એક અધિકારીના જણાવ્યા અનુસાર કેરળમાં કોરોનાના સબ વેરિયન્ટ જેએન.1નો એક કેસ સામે આવ્યો હતો જેમાં 79 વર્ષની એક મહિલામાં વાયરસ જોવા મળ્યો હતો. આઈસીએમઆરના મહાનિર્દેશક ડો. રાજીવ બહલે કહ્યું હતું કે આ કેસ 8 ડિસેમ્બરે તિરુવનંતપુરમ જિલ્લામાં કારાકુલમમાં જોવા મળ્યો હતો. આ મહિલા ઈન્ફ્લુએન્ઝા જેવી બીમારી (આઈએલઆઈ)ના હળવા લક્ષણો હતા.

દેશમાં કોરોનાને કારણે પાંચ મોત થયા છે જેમાં ચાર કેરળમાં થયા છે ત્યારે કેરળના સ્વાસ્થ્ય મંત્રી વીણા જ્યોર્જએ ક્હ્યું હતું કે રાજ્યમાં કોરોનાનો નવો વેરિયન્ટ જેએન.1 એ એક સબ વેરિયન્ટ છે એટલે ચિંતાનું કોઈ કારણ નથી, જો કે મંત્રીએ એ લોકોને સતર્ક રેહવા સૂચના આપતા કહ્યું હતું કે જે લોકોને અન્ય ગંભીર બીમારી છે તે લોકોએ સાવચેતી રાખવી જોઈએ. તેમણે કહ્યું હતું કે કોરોનાનો સબ વેરિયન્ટ દેશના અન્ય ભાગોમાં પણ મોજૂદ છે. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *