નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરો અને સડક પરિવહન મંત્રાલયનાં અકસ્માતમાં મોતના આંકડામાં તફાવત

Spread the love

ટ્રાન્સપોર્ટ મિનિસ્ટ્રીએ કહ્યું કે વર્ષ 2022માં પગપાળા જતા 32,825 લોકોએ વાહનોની ટક્કરથી જીવ ગુમાવ્યા, આ કિસ્સામાં, આ એનસીઆરબી દ્વારા જાહેર કરાયેલા ડેટા કરતા 32 ટકા વધુ છે


નવી દિલ્હી
સરકારી એજન્સી દ્વારા હાલમાં જ દેશના માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામતા લોકોનો આંકડો જાહેર કરવામાં આવ્યો છે. તેમાં ચોંકાવનારી બાબત તો એ છે કે આ આંકડાઓમાં મોટો તફાવત જોવા મળ્યો છે. નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરો અને સડક પરિવહન મંત્રાલય દ્વારા હાલમાં જ રેકોર્ડ જાહેર કરવામાં આવ્યા જેમાં બંનેમાં મોટો તફાવત જોવા મળે છે. બંને એજન્સીઓના ડેટાની સરખામણી કરવા પર જાણવા મળ્યું છે કે રોડ ટ્રાન્સપોર્ટ મિનિસ્ટ્રીએ કહ્યું કે વર્ષ 2022માં પગપાળા જતા 32,825 લોકોએ વાહનોની ટક્કરથી જીવ ગુમાવ્યા હતા. આ કિસ્સામાં, આ એનસીઆરબી દ્વારા જાહેર કરાયેલા ડેટા કરતા 32 ટકા વધુ છે.
મીડિયા રિપોર્ટ અનુસાર ટ્રકથી મૃત્યુ પામનાર લોકોના ડેટામાં આ તફાવત વધીને 42 ટકા થઈ ગયો છે. જેથી ડેટા કલેક્શન સિસ્ટમમાં સુધારો કરવાની માંગ ઉઠી છે. તેમજ આ સમસ્યા પાછળના કારણ બાબતે નિષ્ણાંતોનું કહેવું છે કે જ્યાં સુધી ડેટા એકત્ર કરી રહેલા લોકોને યોગ્ય રીતે પ્રશિક્ષિત કરવામાં નહીં આવે ત્યાં સુધી આ સમસ્યા ચાલુ રહેશે. આ સિવાય વાહનની ટક્કરથી રાહદારીઓના મૃત્યુની નોંધ કરવામાં અનિયમિતતા છે, જેના કારણે ડેટા ડિસ્ટર્બ થાય છે. જ્યારે એનસીઆરબી સીસીટીએનએસ ડેટા સાથે માર્ગ અકસ્માતો રેકોર્ડ કરવા માટે એક અલગ પ્રક્રિયા અપનાવે છે.
વર્ષ 2022માં માર્ગ પરિવહન મંત્રાલયના જણાવ્યા અનુસાર ટુ વ્હીલરથી મૃત્યુ પામતા લોકોની સંખ્યા 74,897 છે. તેમજ એનસીઆરબીના રિપોર્ટ અનુસાર આ આંકડો 77,876 છે. પરિવહન મંત્રાલયના મુજબ પગપાળા ચાલતા 32,825 લોકો વાહનની ટક્કરથી મૃત્યુ પામ્યા છે. તેમજ એનસીઆરબી અનુસાર 24,742નો આંકડો જાહેર કરવામાં આવ્યો છે. કાર અને હળવા મોટર વાહનોથી થતા અકસ્માતોમાં મૃત્યુની સંખ્યા મંત્રાલય અનુસાર 21,040 અને એનસીઆરબી અનુસાર 24,086 છે. આમ, મંત્રાલયના જણાવ્યા અનુસાર, વર્ષ 2022માં કુલ 1,68,491 લોકો માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામ્યા હતા. જ્યારે એનસીઆરબી મુજબ આ આંકડો 1,71,100 હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *