ઉશ્કેરણી કરાશે તો પરમાણુ બોમ્બ ઝિંકતા વાર નહીં લાગેઃ કિમજોંગ

Spread the love

અમેરિકા અને દ.કોરિયા એકસાથે પરમાણુ પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા હોવાથી કિમ જોંગ ભડક્યાં

પ્યોંગયંગ

દુનિયા હાલમાં બે મહાયુદ્ધ જોઈ રહી છે. આશરે બે વર્ષથી યુક્રેન અને રશિયા વચ્ચે તો બીજી બાજુ ઈઝરાયલ અને હમાસ વચ્ચે છેલ્લા બે મહિના કરતાં વધુ સમયથી યુદ્ધની સ્થિતિ જોવા મળી રહી છે. દરમિયાન ઉત્તર કોરિયાના સરમુખત્યાર કિમ જોંગની ધમકીએ દુનિયાના ઘણાં દેશો ખાસ કરીને અમેરિકા, જાપાન અને દક્ષિણ કોરિયાની ચિંતા વધારી દીધી છે. 

એક અહેવાલોમાં દાવો કરાયો હતો કે કિમ જોંગ ઉને ચેતવણી ઉચ્ચારી હતી કે જો કોઈ શત્રુ દેશ પરમાણુ બોમ્બથી ઉશ્કેરણી કરશે તો અમે પરમાણુ હુમલો કરવામાં જરાય ખચકાઈશું નહીં. ઉલ્લેખનીય છે કે અમેરિકા અને દ.કોરિયા એકસાથે પરમાણુ પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા હોવાથી કિમ જોંગ ભડક્યાં છે. જોકે કિમની ચેતવણી પણ અમેરિકા, દ.કોરિયા અને જાપાન જેવા દેશો ચિંતિત દેખાઈ રહ્યા છે. કિમ જોંગે પણ આ ધમકી ત્યારે આપી હતી જ્યારે તેઓ ઈન્ટર કોન્ટિનેન્ટલ બેલેસ્ટિક મિસાઈલ પરીક્ષણ દરમિયાન સૈનિકો સાથે મુલાકાત કરવા પહોંચ્યા હતા. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *