જેક્લિને દાવો કર્યો છે કે, તે ખુદ એક પીડિતા છે તે કોઈ અપરાધી નથી
નવી દિલ્હી
મની લોન્ડરિંગ મામલે ફિલ્મ અભિનેત્રી જેક્લિન ફર્નાન્ડિઝની અરજી પર દિલ્હી હાઈકોર્ટે ઈડીને નોટિસ ફટકારી છે. જેક્લિન ફર્નાન્ડિઝે મહાઠગ સુકેશ ચંદ્રશેખર સાથે જોડાયેલા 200 કરોડ રૂપિયાના મની લોન્ડરિંગ મામલે ઈડી દ્વારા તેમના વિરુદ્ધ નોંધવામાં આવેલા કેસને રદ કરવાની માંગ કરી છે.
દિલ્હી હાઈકોર્ટે અભિનેત્રીની અરજી પર ઈડીને નોટિસ જારી કરી છે. આ મામલે આગામી સુનાવણી 29 જાન્યુઆરી 2024ના રોજ થશે. આ મામલે જેક્લિને દાવો કર્યો છે કે, તે ખુદ એક પીડિતા છે તે કોઈ અપરાધી નથી.
અભિનેત્રી જેક્લિન ફર્નાન્ડીઝ સાથે જોડાયેલો આ મામલો 200 કરોડ રૂપિયાની મની લોન્ડરિંગ સાથે સંબંધિત છે. તેણે બુધવારે એક દિવસ પહેલા જ દિલ્હી હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો અને આ કેસમાં ઈડી દ્વારા તેની વિરુદ્ધ નોંધાયેલ એફઆઈઆર રદ કરવાની અપીલ કરી હતી.
અરજીમાં આ મામલે ઈડી દ્વારા દાખલ કરવામાં આવેલી બીજી પૂરક ચાર્જશીટ અને અહીંની ટ્રાયલ કોર્ટ સમક્ષ પેન્ડિંગ સંબંધિત કાર્યવાહીને રદ કરવાની પણ માંગ કરવામાં આવી છે.