પ્રાંતિજના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર સામે જોધપુર પોલીસે ગુનો દાખલ કર્યો

Spread the love

આ કેસમાં ધારાસભ્ય કક્ષાના વ્યક્તિ સામે આક્ષેપ થયા હોવાથી નિયમ મુજબ આ કેસની તપાસ સીઆઇડી ક્રાઇમને સોંપવામાં આવશે


અમદાવાદ
પ્રાંતિજના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર સામે નોંધાયેલા પોક્સો કેસમાં તેમની ધરપકડની માંગણી સાથે પિડીત સગીરાના માતાએ જોધપુર હાઇકોર્ટમાં અરજી દાખલ કરી હતી. પરંતુ, ઘણા સમયથી સતત મુદ્તો પડતા મહિલાએ કંટાળીને હાઇકોર્ટ પરિસરમાં જ દવા પીને આત્મહત્યોનો પ્રયાસ કર્યો હતો. જે અંગે જોધપુર પોલીસે મહિલાના નિવેદનને આધારે ધારાસભ્ય ગજેન્દ્રસિહ પરમાર અને સાબરકાંઠા બેંકના ચેરમેન મહેશ અમીચંદ પટેલ સામે ગુનો નોંધવામાં આવ્યો હતો. પોલીસે આ કેસમાં મહિલાએ લખેલી ચિઠ્ઠી પણ જપ્ત કરી હતી.જો કે આ કેસમાં ધારાસભ્ય કક્ષાના વ્યક્તિ સામે આક્ષેપ થયા હોવાથી નિયમ મુજબ આ કેસની તપાસ સીઆઇડી ક્રાઇમને સોંપવામાં આવશે. જો કે સગીરાની માતાએ આક્ષેપ કર્યો છે કે હવે રાજસ્થાનનમાં ભાજપની સરકાર હોવાથી ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર સીઆઇડી ક્રાઇમ પર પણ રાજકીય દબાણ ઉભુ કરીને કેસને અસર કરી શકે છે. જેથી આ કેસમાં કોર્ટ નિષ્પક્ષ તપાસ થાય તે માટે સુચના આપે તે જરુરી છે.

અમદાવાદમાં રહેતી મહિલા ગત નવેમ્બર 2020માં તેની દીકરી સાથે પ્રાંતિજના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર અને અન્ય વ્યક્તિ સાથે કારમાં જૈસલમેર ફરવા માટે જઇ રહી હતી. ત્યારે મહિલાની સગીર દીકરી સાથે ગજેન્દ્રસિંહ પરમાર અને અન્ય બે વ્યક્તિઓએ શારિરીક છેડછાડ કરી હતી. જે બાબતને લઇને તકરાર થતા તે અમદાવાદ પરત આવી ગઇ હતી.જે અંગે અમદાવાદ પોલીસમાં ગજેન્દ્રસિંહ પરમાર અને અન્ય આરોપીઓ સામે કોઇ કાર્યવાહી ન થતા મહિલાએ તે સમયે આત્મહત્યાનો પ્રયાસ પણ કર્યો હતો. અને શિરોહી કોર્ટમાં પોક્સોની ફરિયાદ માટેની અરજી દાખલ થતા ગુનો નોંધાયો હતો.
સાથેસાથે ગજેન્દ્રસિંહ પરમારની ધરપકડ પર સ્ટે ઓર્ડર આપ્યો ગતો. તે પછી કેસની તપાસની કાર્યવાહીમાં પણ રાજકીય દબાણની સાથે મહિલાને ધમકી આપવામાં આવી હતી. જેથી આ અંગે જોધપુર હાઇકોર્ટમાં ધરપકડ પરનો સ્ટે ઓર્ડર હટાવી લેવા માટે અરજી કરવામાં આવી હતી. જો કે આ મહિલાનો આક્ષેપ છે કે કોર્ટમાં રાજકીય દબાણને કારણે તેમના કેસનો નંબર આવતો નહોતો અને સતત નવી તારીખો જ આપવામાં આવતી હતી. જેથી કંટાળીને આજે જોધપુર કોર્ટમાં મુદ્ત હતી ત્યારે તેણે કોર્ટ પરિસરમાં જ ઝેરી દવા પીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો.
જો કે તેને સારવાર માટે જોધપુરની સરકારી હોસ્પિટલમાં લઇ જઇને સમયસર સારવાર મળતા જીવ બચ્યો હતો. આત્મહત્યાનો પ્રયાસ કરતા પહેલા મહિલાએ જજને સંબોધીને એક ચિઠ્ઠી લખી હતી. જેમાં ગજેન્દ્રસિંહ પરમાર સામે આરોપ મુકવાની સાથે હાઇકોર્ટ પાસે ન્યાયની માંગણી કરી હતી. આ સાથે તેનું નિવેદન નોંધીને ચિઠ્ઠા પણ તપાસ માટે જમા લીધી છે. ત્યારે હવે રાજસ્થાનમાં વધુ એક ગુનો ધારાસભ્ય વિરૂદ્ધ નોંધાયો છે.

Total Visiters :174 Total: 1502719

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *