આપણા બાળકો નવા વર્ષની ઉજવણી કરી રહ્યા છે ત્યારે બીજી તરફ ગાઝામાં બાળકોની ક્રૂરતા પૂર્વક હત્યા કરવામાં આવી રહી છેઃ પ્રિયંકા
નવી દિલ્હી
2023ના અંતિમ દિવસે દેશભરમાં લોકોએ જશ્ન મનાવીને નવા વર્ષ 2024નું સ્વાગત કર્યું. આ અવસર પર એક બીજાને શુભકામના મેસેજ પણ આપવામાં આવી રહ્યા છે. ત્યારે કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ પણ દેશવાસીઓને શુભકામના સંદેશ આપ્યો પરંતુ તેમના મેસેજમાં ઈઝરાયેલ-હમાસ યુદ્ધમાં ગાઝાની અંદર માર્યા ગયેલા લોકોને પણ ઉલ્લેખ છે.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર આપવામાં આવેલા મેસેજમાં કોંગ્રેસ નેતાએ લખ્યું કે, જેવી રીતે આપણે નવા વર્ષની ઉજવણી કરીએ છીએ અને એકબીજાને શુભકામના પાઠવીએ છીએ કે, આપણા જીવનમાં પ્રેમ, શાંતિ, ખુશી અને ભલાઈ ભરી રહે. તો આવો આપણે ગાઝામાં આપણા ભાઈઓ અને બહેનોને યાદ કરીએ જેઓ પોતાના જીવન, સમ્માન અને સ્વતંત્રતાના અધિકાર પર સૌથી અન્યાય પૂર્ણ અને અમાનવીય હુમલાનો સામનો કરી રહ્યા છે.
પ્રિયંકા ગાંધીએ પોતાના મેસેજમાં આગળ લખ્યું કે, એક તરફ આપણા બાળકો નવા વર્ષની ઉજવણી કરી રહ્યા છે ત્યારે બીજી તરફ ગાઝામાં બાળકોની ક્રૂરતા પૂર્વક હત્યા કરવામાં આવી રહી છે. દુનિયાના કહેવાતા નેતાઓ મૌન રહીને આ બધુ જોઈ રહ્યા છે અને સત્તાના લોભની તલાશમાં નિશ્ચિંત રહીને આગળ વધતા રહે છે. પછી એવા લાખો લોકો છે જેઓ ગાઝામાં થઈ રહેલી ભયાનક હિંસાનો અંત લાવવાની માંગ સાથે અવાજ ઉઠાવી રહ્યા છે અને બહાદુર દિલ વાળા તે લાખો લોકો આપણા માટે નવી કાલની આશા લઈને આવ્યા છે. તેમાંથી એક બનો.
પ્રિયંકા ગાંધી ઈઝરાયે-હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ અવાજ વિરુદ્ધ ઉઠાવી રહ્યા છે અને ગાઝા પર થઈ રહેલા હુમલા અંગે સતત યુદ્ધ વિરામની માંગ કરી રહ્યા છે. તેમણે એક વીડિયો પણ શેર કર્યો છે જેમાં એક બાજુ નવા વર્ષની ઉજવણી કરી રહ્યા છે અને આતશબાજી થઈ રહી છે તો બીજી તરફ ગાઝામાં વિનાશ અને બ્લાસ્ટ બતાવવામાં આવ્યો છે.