દેશમાં ચોવિસ કલાકમાં કોરોનાના 602 કેસ નોંધાયા

Spread the love

5 લોકોના મૃત્યુ, કોરોનાના કુસ એક્ટિવ કેસની સંખ્યા પણ હવે 4440 થઈ

નવી દિલ્હી

દેશમાં ફરી એકવાર કોરોના ડરામણો સ્વરૂપ ધારણ કરી રહ્યો હોય તેવું દેખાય છે. આજે ફરી એકવાર કોરોનાના કેસમાં વધારો નોંધાયો છે. દેશમાં એક દિવસમાં નવા 602 કેસ નોંધાયા હતા. 

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યાનુસાર દેશમાં છેલ્લાં 24 કલાકમાં કોરોનાના 602 નવા કેસ સામે આવ્યા. જોકે 5 લોકોના મૃત્યુ થયા હતા. દેશમાં કોરોનાના કુસ એક્ટિવ કેસની સંખ્યા પણ હવે 4440 થઈ ચૂકી છે. 

માહિતી અનુસાર એક દિવસ પહેલા એટલે કે 2 જાન્યુઆરીએ 573 નવા કેસ નોંધાયા હતા. જોકે બે લોકો મૃત્યુ પામ્યા હતા. તેના પહેલા 1 જાન્યુઆરીએ દેશમાં 636 નવા કેસ સામે આવ્યા હતા અને 3 લોકોએ જીવ ગુમાવ્યા હતા. બીજી બાજુ કર્ણાટકમાં છેલ્લા 24 કલાકમાં 1 દર્દીનું મોત નીપજ્યું, જ્યારે કુલ 148 પોઝિટિવ કેસ સામે આવ્યા હતા. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *