સ્ટંપિંગ માટેના રિવ્યુમાં કોટબિહાઈન્ડને નહીં તપાસાય

Spread the love

ઇજાગ્રસ્ત ખેલાડીને બોલિંગમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યો હોય, તો તેના સ્થાને આવેલા ખેલાડીને બોલિંગ કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં

દુબઈ

નવા વર્ષમાં ક્રિકેટના કેટલાંક નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે. આઈસીસીએ એક એવા નિયમમાં ફેરફાર કર્યો છે જેનો ખેલાડીઓ અયોગ્ય લાભ લેતા હતા. હવે જો સ્ટમ્પિંગ માટે અપીલ થાય અને ફિલ્ડ અમ્પાયર તેને થર્ડ અમ્પાયર પાસે મોકલે, તો માત્ર સાઇડ-ઓન રિપ્લે જ જોવામાં આવશે. કોટ બિહાઇન્ડ એટલે કે વિકેટકીપર દ્વારા કરવામાં આવ્યો કેચ તપાસવામાં આવશે નહીં.

મળેલા અહેવાલો મુજબ ઘણીવાર એવું બનતું હતું કે સ્ટમ્પિંગ માટે અપીલ કરવામાં આવતી તો ફિલ્ડીંગ ટીમને કોટ બિહાઇન્ડ માટે પણ રિવ્યુ મળી જતો હતો. જેથી ફિલ્ડીંગ ટીમને બેટ્સમેનની વિકેટ રિવ્યુ લીધા વગર જ મળી જતી હતી. કનકશનના નિયમોમાં પણ ફેરફાર થયો છે. જો ઇજાગ્રસ્ત ખેલાડીને બોલિંગમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યો હોય, તો તેના સ્થાને આવેલા ખેલાડીને બોલિંગ કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં.

ગયા વર્ષે ઓસ્ટ્રેલિયા સામે ઘરેલું સીરિઝ દરમિયાન ઘણી વખત એવું બન્યું જયારે સ્ટમ્પ પાછળ એલેક્સ કેરી સાથે ઓસ્ટ્રેલિયન ટીમે સ્ટમ્પિંગ માટે અપીલ કરી હતી. જેના પરિણામે ડીઆરએસના ઉપયોગ વિના કોટ બિહાઇન્ડ પણ ચેક કરવામાં આવ્યો હતો. પરંતુ હવે ફિલ્ડીંગ ટીમને કોટ બિહાઇન્ડ ચેક કરવા માટે રિવ્યુ લેવાની આવશ્યકતા પડશે, કારણ કે સ્ટમ્પિંગની અપીલ પર માત્ર સાઈડ-ઓન કેમેરાથી રિપ્લે દેખાડવામાં આવશે.

12 ડિસેમ્બર 2023ના રોજથી નિયમોમાં થયેલા આ ફેરફારો લાગુ થયા હતા. હવે થર્ડ અમ્પાયર ફ્રન્ટ ફૂટ ઉપરાંત તમામ પ્રકારના ફૂટ ફોલ્ટ નો બોલની તપાસ કરશે. મેદાન પર ખેલાડીના ઈજાગ્રસ્ત થવા પર તેની ઈજા અને સારવાર માટે સમયમર્યાદા નક્કી કરવામાં આવી છે. ખેલાડીની ઈજાના ઓન-ફિલ્ડ એસેસમેન્ટ અથવા સારવાર માટે વધુમાં વધુ ચાર મિનિટ આપવામાં આવશે.

Loading

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *