કોંગ્રેસના ધારાસભ્ય અને આઈએનએલડીના પૂર્વ ધારાસભ્યને ત્યાં ઈડીના દરોડા

Spread the love

યમુનાનગર, સોનીપત, મોહાલી, ફરીદાબાદ, ચંડીગઢ અને કરનાલ બંને રાજનેતાઓ અને સબંધિત સંસ્થાઓના 20 ઠેકાણા પર સર્ચ

સોનીપત

ઈડીએ આજે હરિયાણાના યમુનાનગર જિલ્લામાં કથિત ગેરકાયદેસર ખાણકામ સાથે સબંધિત મની લોન્ડરિંગ હેઠળ હરિયાણા કોંગ્રેસના ધારાસભ્ય સુરેન્દ્ર પંવાર અને પૂર્વ આઈએનએલડીધારાસભ્ય દિલબાગ સિંહ અને અન્ય કેટલાક ઠેકાણા પર દરોડા પાડ્યા છે.

પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટની જોગવાઈઓ હેઠળ યમુનાનગર, સોનીપત, મોહાલી, ફરીદાબાદ, ચંડીગઢ અને કરનાલ બંને રાજનેતાઓ અને સબંધિત સંસ્થાઓના 20 ઠેકાણા પર સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. 

મની લોન્ડરિંગનો મામલો યમુનાનગર અને આસપાસના જિલ્લાઓમાં થયેલા કથિત ગેરકાયદેસર ખાણકામની તપાસ કરવા માટે નોંધવામાં આવેલી હરિયાણા પોલીસની અનેક એફઆઈઆરથી સામે આવ્યો છે.

ઈડીની અલગ-અલગ ટીમ આજે સવારે સોનીપત પહોંચી હતી અને ધારાસભ્ય સુરેન્દ્ર પંવારના સેક્ટર-15 સ્થિત આવાસ ઉપરાંત અન્ય સ્થાનો પર તપાસ શરૂ કરી હતી. ટીમે ખાણકામ અને અન્ય મામલા સાથે સબંધિત દસ્તાવેજ પણ શોધ્યા હતા. 

કોંગ્રેસના ધારાસભ્ય સુરેન્દ્ર પંવારનો હરિયાણા અને રાજસ્થાનમાં ખાણકામનો વ્યવસાય છે. આ મામલે ઈડીપાસે ગેરરીતિની ફરિયાદ પહોંચી હતી જેમાં ઈડીએ હવે તપાસ હાથ ધરી છે. ધારાસભ્ય સુરેન્દ્ર પંવાર પણ પોતાના નિવાસસ્થાને હાજર છે. દરોડા દરમિયાન કેન્દ્રીય સુરક્ષા દળના જવાનોને સ્થળ પર તૈનાત કરવામાં આવ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *