અયોધ્યામાં કોઈના લગ્ન કે શ્રાદ્ધ છે? કૌશલેન્દ્ર કુમાર

Spread the love

જે લોકો આમંત્રણ આપી રહ્યા છે તે મૂર્ખ માણસો છે, અયોધ્યા દરેકની છે અને જો કોઈ તેના પર કબજો કરવા માંગે છે તો તે થશે નહીં

નવી દિલ્હી
ઉત્તર પ્રદેશની અયોધ્યા નગરીમાં રામલલાના સ્વાગતની પૂરજોશમાં તૈયારી ચાલી રહી છે અને 22મી જાન્યુઆરીએ રામલલાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થવાનો છે જેના પર પર રાજનીતિ અને નેતાઓની નિવેદનબાજી થઈ રહી છે ત્યારે આને લઈને જેડીયુ સાંસદ દ્વારા એક વિવાદિત નિવેદન આપવામાં આવ્યું છે.
રામ મંદિરના ભવ્ય નિર્માણ બાદ હવે થોડા દિવસો બાદ જ રામલલાની મૂર્તિનો ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થવાનો છે જેમાં અનેક મહાનુભવોની ઉપસ્થિતિ રહેવાની છે જેઓને આમંત્રણ પણ આપવામાં આવ્યું છે ત્યારે આમંત્રણને લઈને રાજકારણ શરુ થઈ ગયું છે અને અનેક રાજકીય પાર્ટીઓ તેમજ નેતાઓ દ્વારા કેટલાક નિવેદનો પણ આપવામાં આવી રહ્યા છે જેનાથી વિવાદ ઉભો થાય છે. આવું જ એક વિવાદિત નિવેદન જેડીયુ સાંસદ કૌશલેન્દ્ર કુમારે આપ્યું છે જેમાં તેમણે આમંત્રણને લઈને કહ્યું હતું કે તેઓ શા માટે આમંત્રણ આપી રહ્યા છે શું કોઈના પુત્રના લગ્ન થઈ રહ્યા છે કે કોઈના પિતાનું શ્રાદ્ધ છે? જે લોકો આમંત્રણ આપી રહ્યા છે તે મૂર્ખ માણસો છે, અયોધ્યા દરેકની છે અને જો કોઈ તેના પર કબજો કરવા માંગે છે તો તે થશે નહીં તેમ તેમણે અંતમાં કહ્યું હતું.
જેડીયુ સાંસદ કૌશલેન્દ્ર કુમારના વિવાદાસ્પદ નિવેદન પર શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના મુખ્ય પૂજારી આચાર્ય સત્યેન્દ્ર દાસજી મહારાજે પ્રતિક્રિયા આપતા કહ્યું કે ‘મૂર્ખ હંમેશા મૂર્ખની જેમ બોલશે. તે પોતે મૂર્ખ છે. આમંત્રણ એ સન્માનના પત્ર છે જેમાં કોઈને આમંત્રિત કરવામાં આવે છે. ભગવાન રામ સાથે સંબંધિત ભવ્ય કાર્યો કરવામાં આવી રહ્યા છે. અમે નાના કાર્યો માટે આમંત્રણ મોકલીએ છીએ. જો જ્ઞાન ન હોય તે મૂર્ખ હંમેશા આવી ભાષાનો પ્રયોગ કરે છે. તેમણે તેમની મૂર્ખતા પોતાની પાસે જ રાખવી જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *