ઈજાગ્રસ્ત શમીની વાપસીને લઈને બીસીસીઆઈ કોઈ ઉતાવળ કરશે નહીં
નવી દિલ્હી
ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ફાસ્ટ બોલર મોહમ્મદ શમીએ ભારતીય ટીમની મુશ્કેલીઓમાં વધારો કર્યો છે. તે હજુ સુધી ફિટ થઇ શક્યો નથી. જેથી ઇંગ્લેન્ડ સામે રમાનાર 5 મેચની ટેસ્ટ સીરિઝની શરૂઆતની 2 મેચમાંથી તે બહાર થઇ શકે છે.
શમી વન-ડે વર્લ્ડ કપ 2023 બાદ ઈજા સામે લડી રહ્યો છે અને હજુ સુધી તેમાંથી બહાર આવી શક્યો નથી. શમીને તેની ફિટનેસના કારણે સાઉથ આફ્રિકા સામે રમાયેલી 2 મેચની ટેસ્ટ સીરિઝ માટે જાહેર થયેલી ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો હતો. હવે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 5 મેચની ટેસ્ટ સીરિઝ રમાનાર છે. આ સીરિઝ પહેલા સમાચાર આવ્યા છે કે મોહમ્મદ શમી ઈંગ્લેન્ડ સામેની પ્રથમ 2 મેચમાંથી બહાર થઇ શકે છે. તે ત્રીજી મેચમાં ભારતીય ટીમનો ભાગ બની શકે છે. જો કે આ અંગે પણ સસ્પેન્સ છે.
શમીની વાપસીને લઈને બીસીસીઆઈ કોઈ ઉતાવળ કરશે નહીં કારણ કે 5 મેચોની આ ટેસ્ટ સીરિઝ ભારતમાં રમાશે અને ભારતીય ટીમમાં મોહમ્મદ સિરાજ અને જસપ્રીત બુમરાહ રહેશે. ભારતીય પિચો પર સ્પિનરની ભૂમિકા મહત્વની હોય છે. આવી સ્થિતિમાં ફાસ્ટ બોલરોની વધુ જરૂર નહીં પડે.