કરનપુર બેઠક પરથી મંત્રીના શપથ લેનારની કોંગ્રેસ સામે હાર

Spread the love

કોંગ્રેસના ઉમેદવારનો 12750 વોટથી વિજય થયો હતો, કરનપુર બેઠક પર પેટાચૂંટણી યોજાઈ હતી


જયપુર
રાજસ્થાનમાં તાજેતરમાં સત્તામાં આવનાર ભાજપને મોટો આંચકો લાગ્યો છે. અહીં કોંગ્રેસના રુપિંદર સિંહ કન્નુરે ભજન લાલ શર્માની કેબિનેટમાં મંત્રી પદના શપથ લેનારા ઉમેદવાર સુરેન્દ્ર સિંહને હરાવીને ભાજપને મોટો ઝટકો આપ્યો હતો. કોંગ્રેસના ઉમેદવારનો 12750 વોટથી વિજય થયો હતો. કરનપુર બેઠક પર પેટાચૂંટણી યોજાઈ હતી.
આ દરમિયાન કોંગ્રેસ નેતા ગોવિંદ સિંહ ડોટાસરાએ ભાજપ પર કટાક્ષ કરતાં ટ્વિટ કરી હતી કે ભાજપની નવી પર્ચી સરકાર અહીં કોંગ્રેસની યોજનાઓના નામ બદલતી રહી અને ત્યાં પ્રજાએ તેમના મંત્રી જ બદલી નાખ્યા.
બીજી બાજુ આ વિજય બાદ રુપિંદર સિંહને શુભેચ્છા પાઠવતા અશોક ગેહલોતે ટ્વિટ કરી હતી કે શ્રીકરનપુરની જનતાએ ભાજપના અભિમાનને હરાવી દીધો. ચૂંટણી વચ્ચે ઉમેદવારને મંત્રી બનાવી આચાર સંહિતા અને નૈતિકતાની મજાક બનાવનારા ભાજપને પ્રજાએ પાઠ ભણાવી દીધો છે. આ સાથે શપથ લઈને રાજીનામુ આપનાર પ્રથમ મંત્રી બની ગયા છે. આઝાદ ભારતનો આ દુર્લભ મામલો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *